તપાસ:છૂટાછેડાના સ્ટેમ્પ ઉપર સહી કરતાં પતિએ પત્નીને છરીના 3 ઘા ઝીંક્યાં

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • મહેસાણા ચિશ્તીયાનગર સોસાયટીની ઘટના

મહેસાણા શહેરના કસ્બા વિસ્તારની ચિશ્તીયાનગર સોસાયટીમાં રિસાઈને બે સંતાનો સાથે રહેતી પત્નીને છૂટાછેડાના સ્ટેમ્પ પેપર ઉપર સહી કરતાં ઉશ્કેરાયેલા પતિએ છરીના ઘા ઝીંકી દેતાં સિવિલ હોસ્પિટલમાં સારવાર લેવી પડી હતી. એ ડિવિઝન પોલીસે પતિ, જેઠ અને નણંદ સામે ગુનો નોંધ્યો હતો.

શોભાસણ રોડ ઉપર આવેલી ચિશ્તીયાનગર સોસાયટીમાં રહેતાં અફસાનાબાનુ સિંધી શનિવારે પોતાના ઘેર હતા તે દરમિયાન તેણીના પતિ ઝહીર સિંધી અને જેઠ ગુલાબ સિંધી ઈકો લઈને આવ્યા હતા. હાથમાં છરી લઈને આવેલા પતિએ કહેલ કે તે છૂટાછેડા માટે સ્ટેમ્પ પેપર ઉપર સહી કેમ કરી છે. તેમ કહીને અપશબ્દો બોલી છરીના 3 ઘા ઝીંકી દીધા હતા.

લોહી નીકળતાં અફસાનાબાનુને સિવિલમાં સારવાર માટે દાખલ કરાઈ હતી. એ ડિવિઝન પોલીસે બનાવ અંગે ચાણસ્માના ઝહીર ગુલાબભાઈ સિંધી, મોહસિન ગુલાબભાઈ સિંધી અને ફરીદાબાનુ મહેબુબભાઈ સિંધી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ઉલ્લેખનીય છે કે, અફસાના બાનુને સાસરીયા દ્વારા મારઝુડ કરાતા તે રીસામણે આવીને બે સંતાનો સાથે મહેસાણામાં ભાડાના મકાનમાં એકલી રહેતી હતી.

અન્ય સમાચારો પણ છે...