ફરિયાદ:આંબલિયાસણમાં અન્ય મહિલા સાથે બેસતાં પતિએ પત્નીને મારી

આંબલિયાસણ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવરાત્રિમાં ગરબા જોઇ ઘરે આવતાં મારપીટ
  • લાંઘણજ પોલીસ મથકમાં પતિ સામે ગુનો નોંધ્યો

આંબલિયાસણ સ્ટેશનની અર્જુનનગર સોસાયટીમાં રહેતી પરિણીતા સામે શંકા રાખી અન્ય મહિલા સાથે કેમ બેસી હતી તેમ કહી પતિએ ગડદાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદ લાંઘણજ પોલીસ મથકમાં નોંધાઇ છે.

અમદાવાદના રામોલ રોડ પર સીટીએમમાં ઈશ્વરલીલા સોસાયટીમાં રહેતાં કવિતાબેનના ચાર વર્ષ અગાઉ આંબલિયાસણના જીજ્ઞેશભાઈ પ્રજાપતિ સાથે લગ્ન થયા હતા. લગ્ન દરમિયાન સંતાનમાં અઢી વર્ષનો દીકરો છે. 4 દિવસ અગાઉ સોસાયટીના કોમન પ્લોટમાં નવરાત્રીના ગરબા જોવા સમયે તેઓ અન્ય એક મહિલા પાસે બેઠેલાં હોઇ ઘરે આવ્યા બાદ તેણીના પતિએ તેની પાસે કેમ બેઠી હતી તે સારી નથી તેમ કહી અપશબ્દો બોલી ગડદાપાટુનો માર માર્યો હતો. તેથી કવિતાબેન બીજા દિવસે પિયર ચાલ્યા ગયા હતા. એક દિવસ બાદ ઘેર આવ્યા પછી તેણીના દીકરાને લઈ પતિ બહાર જતો રહેતાં કવિતાબેને લાંઘણજ પોલીસમાં પતિ જીજ્ઞેશ પ્રજાપતિ સામે ગુનો નોંધાવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...