ત્રાસ:તારે છોકરાને જ જન્મ આપવો પડશે તેમ કહી પતિએ ગર્ભવતી પત્નીને ઘરમાંથી કાઢી મૂકી

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના કસ્બા વિસ્તારની પરિણીતાને શારીરિક-માનસિક ત્રાસ અપાયો
  • ​​​​​​​એ ડિવિઝન પોલીસ મથકમાં પતિ, સાસુ અને 2 નણંદો સામે ગુનો

મહેસાણા શહેરના કસ્બા વિસ્તારની એક પરિણીતાને ‘તારે છોકરાને જ જન્મ આપવો પડશે, નહીં તો તને જીવતી રાખીશું નહી' તેમ કહી પતિ, સાસુ અને 2 નણંદોએ શારીરિક અને માનસિક ત્રાસ આપી કાઢી મૂકી હતી. જે અંગે પરિણીતાએ પતિ, સાસુ અને 2 નણંદો સામે ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદ શહેરના રામોલની જનતાનગર સોસાયટીની સાયનાતબાનુનાં લગ્ન 6 માસ અગાઉ મહેસાણામાં કસ્બા પટેલ વાડી સામે નવરંગ શેરીમાં રહેતા ઈન્જમામુલ પઠાણ સાથે થયાં હતાં. સાસુ, સસરા, 2 દિયર અને 2 નણંદના સંયુક્ત પરિવારમાં રહેતી સાયનાતબાનુ 5 માસથી પ્રેગનેન્ટ છે. તેથી સાસુ, પતિ અને 2 નણંદોએ ભેગા મળી તારે છોકરાને જન્મ આપવો પડશે, નહીં તો તને જીવતી રાખીશું નહીં તેવી ધમકી આપી મારઝૂડ કરતાં 20 દિવસ અગાઉ પિયરમાં રહેવા ચાલી ગઈ હતી. ત્યારબાદ એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસે પતિ, સાસુ અને 2 નણંદો સામે ગુનો નોંધ્યો હતો.

આરોપીઓનાં નામ
1. ઈન્જમામુલ અનવરખાન પઠાણ (પતિ)
2. અફરોજ અનવરખાન પઠાણ (સાસુ)
3. રાબીયાબાનુ મોહસીન કુરેશી (નણંદ)
4. ખુશ્બુ અનવરખાન પઠાણ (નણંદ)

અન્ય સમાચારો પણ છે...