ત્નીને લાકડીથી ફટકારી:તું રસોઈ સારી કેમ બનાવતી નથી કહી પતિએ પત્નીને લાકડીથી મારી

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અપશબ્દો બોલવાની ના પાડતાં પતિ ઉશ્કેરાયો
  • ​​​​​​​કડીના લ્હોરની ઘટના અંગે પત્નીએ પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી

પત્નીને તું રસોઈ કેમ સારી નથી બનાવતીનું કહીને કડી તાલુકાના લ્હોર ગામે પતિએ લાકડીથી ફટકારીને ગડદાપાટુનો માર માર્યો હોવાની ફરિયાદ બાવલુ પોલીસ મથકે નોંધાઈ છે કડી તાલુકાના લ્હોર ગામે સવિતાબેન પોતાના પતિ ઠાકોર કાળાજી કરમણજી અને ચાર સંતાનો સાથેના પરિવાર સાથે રહે છે.

દરમિયાન ગત 7 નવેમ્બરના રોજ રાત્રી દરમિયાન સવિતાબેન પોતાના ઘરમાં રસોઈ બનાવી રહ્યા હતા. ત્યારે બહાર ઊભેલા તેમના પતિ કાળાજી ઠાકોર રાડો પાડીને તેણીને તું કેમ રસોઈ સારી બનાવતી નથીનું કહી ગાળો બોલવા લાગ્યા હતા ત્યારે સવિતાબેને ગાળો બોલવાની ના પાડતા કાળાજી એ બાજુમાં પડેલી લાકડી જમણા હાથે મારીને ગડદા પાટુનો માર માર્યો હતો ત્યારે સવિતાબેન એ બૂમાબૂમ કરતા નજીકમાંથી નટુજી ઠાકોર અને ગીતાબેન એ આવીને તેમને વધુ મારમાંથી છોડાવ્યા હતા. હાથમાં કળતર થતી હોવાથી કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા સવિતાબેને પતિ ઠાકોર કાળાજી કરમણજી વિરુદ્ધ બાવલુ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...