તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • The Husband, Fed Up With His Wife's Harassment, Sought The Help Of The Police, And At The End Of The Persuasion A Settlement Was Reached

સંસાર:પત્નીના ત્રાસથી કંટાળેલા પતિએ પોલીસની મદદ માંગી, સમજાવટના અંતે સમાધાન થયું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પત્ની ઘરજમાઈ રહેવા દબાણ કરી પિયર જતી રહી હતી
  • પોલીસ સહાયતા કેન્દ્રના પ્રયાસથી દંપતીનો સંસાર ફરી પાટે ચડ્યો

સામાન્ય રીતે પતિના ત્રાસથી સ્ત્રીઓ પોલીસ સહાયતા કેન્દ્રની મદદ લઈ સમાધાનના પ્રયત્નો કરતી હોય છે. પરંતુ, મહેસાણા જિલ્લાના એક ગામના યુવકે પત્નીના ત્રાસથી કંટાળી પોલીસની મદદ માંગી હતી. પતિને ઘરજમાઈ તરીકે સાસરીમાં રહેવાનું કહી પત્ની સાસરીના બદલે પિયરમાં વધારે રહેતી હતી. પોલીસ સહાયતા કેન્દ્રના પ્રયાસથી પતિ-પત્ની વચ્ચે સમાધાન થતાં બંનેનો સંસાર તૂટતાં બચી ગયો હતો. મહેસાણા જિલ્લાના એક ગામનો 30 વર્ષિય યુવક પત્નીના ત્રાસથી કંટાળી ગયો હતો.

છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા આ યુવકની પત્ની સાસરીમાં રહેવાના બદલે પિયરમાં વધારે રહેતી હતી. પતિને ઘરજમાઈ તરીકે સાસરીમાં રહેવાનું કહેતા બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા. તેથી પતિએ મહેસાણા પોલીસ સહાયતા કેન્દ્રનો સંપર્ક કર્યો હતો. કેન્દ્રનાં નિલમબેન પટેલ અને યામિનીબેન રાઠોડે પતિ અને પત્ની સાથે અલગ- અલગ બેઠક કર્યા બાદ ગૃપ મિટિંગ કરી હતી.

ત્યાર બાદ પતિ-પત્નીની સાથે વડીલોને બોલાવી કાઉન્સેલિંગ શરૂ કર્યું હતું. અંતે સમાધાન કરી પત્નીએ સાસરીમાં રહેવાનો નિર્ણય કર્યો હતો. જેના કારણે બન્નેનો સંસાર તૂટતાં બચી ગયો હતો. જ્યારે થોડા સમય બાદ પોલીસ સહાયતા કેન્દ્રએ ફોલોઅપ લેતાં પતિ-પત્ની સારી રીતે રહેતા હોવાની જાણ થઈ હતી.

પત્ની સાસરીમાં રહેવાના બદલે પિયરમાં વધુ રહેતી છૂટક મજૂરી કરી ગુજરાન ચલાવતા આ યુવકની પત્ની સાસરીમાં રહેવાના બદલે પિયરમાં વધારે રહેતી હતી. પતિને ઘરજમાઈ તરીકે સાસરીમાં રહેવાનું કહેતા બંને વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતા.

અન્ય સમાચારો પણ છે...