તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:40 દિવસ બાદ સૌથી ગરમ દિવસ,તાપમાન 32.5 ડિગ્રી, ઉત્તર ગુજરાતમાં ઠંડીનો પારો 11 ડિગ્રી આસપાસ રહ્યો

મહેસાણા15 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
 • રાત્રે ઠંડી અને દિવસે ગરમી એમ બેવડી ઋતુનો અનુભવ

ઉ. ગુ.માં અનિયમિત દિશાના પવન વચ્ચે બુધવારે ઠંડીમાં સામાન્ય ઉતાર-ચડાવ નોંધાયો હતો. જ્યારે ગરમીનો પારો 2 ડિગ્રી ઉચકાતાં મહત્તમ તાપમાન 32 ડિગ્રીની પાર પહોંચ્યો હતો. ડીસા શહેરનું 32.5 ડિગ્રી તાપમાનના કારણે 40 દિવસ બાદ બુધવાર સૌથી ગરમ દિવસ રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ગત તા.30 નવેમ્બરે સૌથી ઉંચુ તાપમાન 34.1 ડિગ્રી નોંધાયું હતું.

બીજી બાજુ સાંજ બાદ જ્યાં ગરમ કપડાંનો સહારો લેવો પડે છે, ત્યાં દિવસના ઉંચા તાપમાન કારણે અનુભવાતી ગરમીના કારણે બેવડી ઋતુનો અનુભવ થઇ રહ્યો છે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, ગુરૂવારે આકાશમાં અંશત: વાદળો રહી શકે છે. જેના કારણે આગામી 24 કલાક ઠંડી અને ગરમીની સ્થિતિ રહેવાની શક્યતા છે. ત્યાર બાદ શુક્રવાર થી ઠંડીનું પ્રમાણ ઘટવાનું શરૂ થશે.

મુખ્ય 5 શહેરોનું તાપમાન
શહેરસવારેબપોરે
મહેસાણા11.9 (+0.5)32.0 (+2.0)
પાટણ11.8 (-0.2)32.3 (+1.9)
ડીસા11.8 (-0.5)32.5 (+1.9)
ઇડર11.9 (-0.3)32.7 (+1.7)
મોડાસા11.5 (0.0)32.0 (+2.0)

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારી પ્રતિભા અને વ્યક્તિત્વ લોકો સામે આવશે તથા તમે તમારા કાર્યોને યોગ્ય રીતે પૂર્ણ કરી શકશો. તમારા વિરોધીઓ તમારી સામે ટકી શકશે નહીં. સમાજમાં પણ માન-સન્માન જળવાયેલું રહેશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો