તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાક:ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ શિયાળુ વાવેતર બ.કાં.માં 81.64 %,સા.કાંઠામાં સૌથી ઓછું 45.72% થયું

મહેસાણા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા જિલ્લામાં વાવણી 54.27%, અરવલ્લીમાં 68.38% અને પાટણમાં 67.39%એ પહોંચી
  • ઉ.ગુ.માં સૌથી વધુ વાવેતર રાયડાનું 1,83,069, બટાકાનું 86127 અને જીરાનું 65,386 હેક્ટર થયું

ઉત્તર ગુજરાતમાં 10.76 લાખ હેક્ટરના અંદાજ સાથે શરૂ થયેલી શિયાળુ પાકની વાવણી અત્યારે 7.46 લાખ હેક્ટરે પહોંચી છે. આ સાથે સિઝનની 69.37% વાવણી પૂરી થઇ છે. ઉ.ગુ.માં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં 81.64%, જ્યારે સાબરકાંઠામાં સૌથી ઓછી 45.72% વાવણી થઇ છે. અરવલ્લીમાં 68.38%, પાટણમાં 67.39% અને મહેસાણામાં 54.27% વાવેતર થયું છે.

અત્યાર સુધીની સીઝનની પાક પ્રમાણે વાવણીની સ્થિતિ જોઇએ તો, રાઇનું 1,83,069, ધાન્ય પાકનું 1,59,461, ઘાસચારાનું 1,38,042, બટાકાનું 86127, જીરાનું 65,386, કઠોળનું 52,828, શાકભાજીનું 17,303, તમાકુનું 14,273, વરિયાળીનું 12,215, સવાનું 5,615, ઇસબગુલનું 1,062, ડુંગળીનું 603, ધાણાનું 444, લસણનું 332 અને અન્ય પાકોનું 9,897 હેક્ટરમાં વાવેતર થઇ ચૂક્યું છે. આગામી ડિસેમ્બર મહિનો પૂરો થતાં સુધીમાં રેકોર્ડબ્રેક વાવણી થવાનો અંદાજ કૃષિ વિભાગે મૂક્યો છે.

ઉ.ગુ.માં 69.37 ટકા વાવણી થઇ

જિલ્લોઅંદાજવાવણીટકાવારી
મહેસાણા1,70,16092,34854.27%
પાટણ1,77,8251,19,83467.39%
બનાસકાંઠા4,86,7143,97,35881.64%
સાબરકાંઠા1,24,21756,78645.72%
અરવલ્લી1,17,47780,33168.38%
કુલ10,76,3937,46,65769.37%

અન્ય સમાચારો પણ છે...