મતદાન:જિલ્લામાં સૌથી વધુ 85.06% મતદાન ખેરાલુ તાલુકામાં થયું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સૌથી ઓછું 64.20% મતદાન વિસનગર તાલુકામાં
  • 104 ગ્રા​​​​​​​.પં.માં સરપંચના 315 અને વોર્ડના 844 ઉમેદવારોનું સીલ થયેલું ભાવિ મંગળવારે ખુલશે

મહેસાણા જિલ્લામાં 104 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે રવિવારે મતદાન પ્રક્રિયા હાથ ધરાઇ હતી. જેમાં સાંજે 5 કલાક સુધીમાં જિલ્લામાં 72.33% મતદાન થયું હતું. જિલ્લામાં 104 ગામોમાં સરપંચ બનવા ચૂંટણી લડતા 315 ઉમેદવારો તેમજ 362 વોર્ડમાં સભ્ય પદ માટે મેદાનમાં રહેલા 844 ઉમેદવારોનું ભાવિ મતપેટીમાં સીલ થઇ હતી.જિલ્લામાં 147801 પુરૂષ મતદારો પૈકી 73.57% સાથે 108741 પુરૂષોએ મતદાન કર્યું હતું.

જ્યારે 137230 સ્ત્રી મતદારો પૈકી 70.99% સાથે 97422 સ્ત્રીઓએ મતદાન કર્યું હતું. જિલ્લામાં સૌથી વધુ 85.06% મતદાન ખેરાલુ તાલુકામાં, જ્યારે સૌથી ઓછું 64.20% મતદાન વિસનગર તાલુકામાં થયું હતું. બીજી બાજુ જિલ્લામાં એક માત્ર સરપંચ માટે પેટાચૂંટણી ધરાવતાં ખેરાલુના મહિયલ ગામમાં 79.46% મતદાન થઇ ચૂક્યું હતું. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2016 માં જિલ્લાની 106 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાઇ હતી. ગત ટર્મની ચૂંટણીમાં કુલ 257743 મતદારો પૈકી 205110 મતદારોએ મતદાન કર્યું હતું. ઉલ્લેખનિય છે કે, છેલ્લા એક કલાકના આંકડા બાકી હોઇ મતદાનનો કુલ આંકડો હજુ પણ વધી શકે છે.

તાલુકાવાર મતદાનની સ્થિતિ

તાલુકોમતદારમતદાનટકાવારી
ખેરાલુ1626138385.06
વડનગર164851319880.06
સતલાસણા205421735184.47
વિસનગર346832226664.2
વિજાપુર616554199168.11
કડી427413374278.95
બહુચરાજી206101581276.72
જોટાણા176501224469.37
મહેસાણા442673191972.11
ઊંઝા247731625865.63
કુલ28503220616472.33

(નોંધ : સાંજે 5 વાગ્યા સુધીની સ્થિતિ)

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...