તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ઉનાળુ વાવણી:ઉ.ગુ.માં સૌથી વધુ બાજરીનું 1.87 લાખ, ઘાસચારાનું 1.52 લાખ અને મગફળીનું 26700 હેક્ટરમાં વાવેતર

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2.92 લાખ હેક્ટર સાથે બનાસકાંઠા રાજ્યમાં પ્રથમ, મહેસાણા જિલ્લો 7મા ક્રમે
  • મહેસાણા જિલ્લામાં માત્ર 42,600 હેક્ટર વાવણી

રાજ્યમાં 10,48,900 હેક્ટરમાં ઉનાળુ વાવણી થઇ છે. તે પૈકી ઉત્તર ગુજરાતમાં 3,92,500 હેક્ટરમાં થઇ છે. એટલે કે, રાજ્યની કુલ વાવણીમાં ઉત્તર ગુજરાતનો હિસ્સો 37.42 ટકા છે. જેમાં 2.92 લાખ હેક્ટરમાં ઉનાળુ વાવણી સાથે બનાસકાંઠા રાજ્યમાં પ્રથમ નંબરે છે. ઉ.ગુ.માં સૌથી વધુ વાવેતર બાજરીનું 1,87,200 હેક્ટર, ઘાસચારાનું 1,52,500 હેક્ટર અને મગફળીનું 26,700 હેક્ટરમાં થયું છે.

ચાલુ સિઝનમાં ઉત્તર ગુજરાતની 3,92,500 હેક્ટર વાવેતર કરાયું છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં 2,92,500 હેક્ટરમાં થયું છે. અન્ય 4 જિલ્લાની રાજ્યમાં સ્થિતિ જોઇએ તો, 42,600 હેક્ટર વાવણી સાથે મહેસાણા જિલ્લો 7મા ક્રમે, 25,300 હેક્ટર વાવણી સાથે સાબરકાંઠા 14મા ક્રમે, 16,800 હેક્ટર વાવણી સાથે અરવલ્લી 17મા ક્રમે તેમજ 15,300 હેક્ટર સાથે પાટણ જિલ્લો 19મા ક્રમે રહ્યો છે.

વાવણીની સ્થિતિ

પાકહેક્ટર
બાજરી1,87,200
ઘાસચારો1,52,500
મગફળી26,700
શાકભાજી17,300
મગ5100
તલ1500
મકાઇ1500
ડાંગર-ગુવાર 400
અન્ય પાક500
અન્ય સમાચારો પણ છે...