તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાઈકોર્ટની ટકોર:નાગરિકોના ટેક્ષના નાણાંનો સાવચેતીથી ઉપયોગ કરવા પાલિકાને હાઈકોર્ટની ટકોર

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણામાં કચરો ઉપાડવાના ટેન્ડરની એજન્સીની અરજી હાઈકોર્ટે કાઢી નાખી
  • ટેન્ડરમાં ઊંચા ભાવથી પાલિકાને વર્ષે 77 લાખનું આર્થિક નુકસાન થશે

મહેસાણા નગરપાલિકામાં કચરો ઉપાડવાના ઓનલાઈન ટેન્ડરમાં ટ્રેક્ટર દીઠ ચુકવાયેલા ભાવ મામલે ગુજરાત હાઈકોર્ટે ટેક્ષના નાણાંનો સાવચેતીથી ઉપયોગ કરવા ટકોર કરી છે. કચરો ઉપાડવાના ટેન્ડર બાબતે એજન્સીએ કરેલી અરજી હાઈકોર્ટે કાઢી નાખી હતી, પરંતુ સાથે પાલિકાને આ ટકોર પણ કરી હતી. ઉલ્લેખનીય છે કે, ઊંચા ભાવથી પાલિકાને વર્ષે રૂ.77 લાખનું આર્થિક નુકસાન થશે.

મહેસાણા શહેરમાં કચરો ઉપાડવા ભાડેથી ટ્રેક્ટર રાખવા 2020માં ઓનલાઈન ટેન્ડર કરાયું હતું. સાંઈ એન્ટરપ્રાઈઝ એજન્સીએ ટ્રેક્ટર દીઠ રૂ.2190નો ભાવ ભર્યો હતો. જોકે, પાલિકાએ 5 ટ્રેક્ટરની માલિકીની જોગવાઈ કરી હોઇ તેમની પાસે 4 ટ્રેક્ટર હોઇ અન્ય એજન્સીને ટ્રેક્ટર દીઠ રૂ.2490નો ભાવ મંજૂર રાખી વર્કઓર્ડર અપાયો હતો. તેથી સાંઈ એન્ટરપ્રાઈઝે ઓછો ભાવ હોવા છતાં કામ નહીં મળવા બાબતે ગુજરાત હાઈકોર્ટમાં દાદ માંગી હતી. ટેન્ડરની જોગવાઈ પૂર્ણ નહીં કરી શકતાં હાઈકોર્ટે સાંઈ એન્ટરપ્રાઈઝની અરજી ફગાવી દીધી હતી.

પરંતુ, નગરપાલિકાએ વર્ષે રૂ.77 લાખ જેટલી વધુ રકમ ચૂકવી અન્ય એજન્સીને કામ આપવા બાબતે ગંભીર ટકોર કરી હતી. જેમાં હાઈકોર્ટે પ્રજાના ટેક્ષના નાણાં આ રીતે વેડફાય નહીં તે જોવાની અને પાલિકાના સત્તાધીશોએ ઉતાવળિયો નિર્ણય કર્યો હોવાની ટકોર કરી હતી.

આ ટકોરને લઈ વિપક્ષના નેતા કમલેશ સુતરિયાએ કચરો ઉપાડવાના ટ્રેક્ટરના ટેન્ડરમાં વધુ ભાવ ચૂકવી પાલિકાને રૂ.77 લાખનું આર્થિક નુકસાન કર્યાના આક્ષેપ સાથે પ્રાદેશિક કમિશનરને પત્ર લખી નાગરિકોના ટેક્ષના નાણાં મનસ્વી રીતે વેડફાય નહીં તેવી તકેદારી રાખવા વિનંતી કરી હતી.ચીફ ઓફિસર અલ્પેશ પટેલે કહ્યું કે, અગાઉની ટર્મના ટેન્ડરની બાબત છે. કોર્ટે આ પિટીશન ડિસ્પોઝ કરી છે, છતાં પણ નગર પાલિકાના વકીલનો અમે લીગલ અભિપ્રાય મેળવીશું.

અન્ય સમાચારો પણ છે...