તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આરોગ્યના આંકડામાં વિસંગતતા:આરોગ્ય વિભાગની પ્રથમ યાદીમાં ગુરુવારે 85 કેસ,બીજી યાદીમાં 47

મહેસાણા12 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • પહેલાં કોરોનાના 85 કેસ બતાવ્યા, પછી ભુલ સુધારી તંત્રએ બે દિવસના ભેગા કેસ હોવાનો ઉલ્લેખ કર્યો
 • મહેસાણા શહેર-તાલુકામાં 40 કેસ,બુધવારની યાદીમાં તો 36 કેસ દર્શાવ્યા હતા, બીજી યાદી પ્રમાણે 38+ 47 કેસ જ જાહેર કરાયા

કોરોનાકાળમાં પહેલી વાર 85 કેસ નોંધાતાં ખળભળાટ મચી ગયો છે.જિલ્લા આરોગ્ય વિભાગે પ્રસિદ્ધ કરેલી પહેલી યાદીમાં ગુરુવારના 85 કેસ બતાવ્યા બાદ તાત્કાલિક બીજી યાદી પ્રસિદ્ધ કરી તેમાં બે દિવસના (38+47 )કેસ દર્શાવ્યા હતા. જો કે, દિવ્ય ભાસ્કર દ્વારા બે દિવસની સંક્રમિતોની યાદીને સરખાવતાં જાણવા મળ્યું હતું કે, બુધવારના એક પણ દર્દીની ઉંમર, લીંગ અને ગામ ગુરૂવારની યાદીમાં મેચ થતું ન હતું. યાદી પ્રમાણે 36 કેસ નોંધાયા હતા.મહેસાણા શહેરમાં 29 અને તાલુકામાં 11 કેસ નોંધાયા હતા.

આરોગ્ય વિભાગ દ્વારા ગુરૂવાર રાત્રે 8.30 કલાકે કોરોના સંક્રમિતોની પ્રથમ યાદી જાહેર કરાઇ હતી. જેમાં કુલ 85 કેસ દર્શાવ્યા હતા. એક સાથે 85 કેસની હડબળાટમાં આવેલા આરોગ્ય વિભાગે બે દિવસની ભેગી યાદી પ્રસિધ્ધ થઇ ગઇ હોવાનું કારણ દર્શાવી અડધો કલાક બાદ એટલે કે, 9 કલાકે બીજી યાદી જાહેર કરી હતી. જેમાં 85 કેસ પૈકી 38 કેસ બુધવારના અને 47 કેસ ગુરૂવારના દર્શાવ્યા હતા. જો કે, દિવ્ય ભાસ્કરને આંકડાની માયાજાળ હોવાની શંકા જતાં બે દિવસની આરોગ્ય વિભાગની પ્રથમ યાદીમાં ગુરુવારે 85 કેસ,બીજી યાદીમાં 47યાદીને એકબીજા સાથે સરખાવી હતી.

જેમાં જાણવા મળ્યું હતું કે, બુધવારે પ્રસિધ્ધ કરેલી યાદીમાં તો 36 કેસ દર્શાવ્યા હતા. જ્યારે ગુરૂવારની સુધારેલી બીજી યાદીમાં ખુદ આરોગ્ય વિભાગે જ બુધવારના 38 કેસ બતાવ્યા છે. એટલું જ નહીં પણ વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, બુધવારના એક પણ દર્દીની ઉંમર, લીંગ અને ગામ ગુરૂવારની યાદીમાં મેચ થતું ન હતું.ભાસ્કર પાસે આ બંને યાદી છે.જેમાં પ્રથમ યાદીમાં 85 કેસ દર્શાવાયા છે.જ્યારે બીજી યાદીમાં (38 -બુધવાર +47-ગુરુવાર બંને દિવસના 85 ) કેસ દર્શાવાયા છે.બુધવારની યાદી 36 કેસ હતા જેમાં બે કેસની વિસંગગતા જોવા મળી રહી છે.
મહેસાણામાં 10 ટકા વેરો વધ્યો 84 હજાર મિલ્કતદારોને અસર
60 દિવસ સુધીમાં મિલ્કતદારે માંગણાબિલ મુજબ પૂરો વેરો ભરવો પડે છે.જ્યારે માંગણા બિલની તારીખથી 100 દિવસ વિતી ગયા પછી મિલ્કતવેરો ભરનાર પાસેથી પાલિકા માંગણાબીલના વેરાની રકમમાં 18 ટકા પેન્લટી લગાવી વેરો વસુલ કરે છે.જોકે સમયમર્યાદામાં વેરો ભરવાથી 10 ટકા રિબેટની સ્કિમનો જાગૃત મિલ્કતદારો વધુ પ્રમાણમાં લાભ લેતા હોય છે,જેમાં પાલિકાની તિજોરીમાં વેરાની આવકમાં પણ દર વર્ષે વધારો થઇ રહ્યો છે.
કોરોના વર્ષ પાલિકાને ફળ્યુ : ગત વર્ષ કરતાં વેરામાં અઢી કરોડ આવક વધી :
મહેસાણા નગરપાલિકાને નાણાકીય વર્ષ 2019-20 દરમ્યાન પાછલા બાકી અને ચાલુ વર્ષના મળીને મિલ્કત,પાણી વગેરે વેરામાં કુલ 17 કરોડનીઆવક થઇ હતી.તેની સરખામણીએ બાદમાં કોરોના મહામારીના વર્ષ 2020-21 દરમ્યાન મિલ્કત,પાણી વગેરે મળીને વેરાની આવક રૂ. 19.50 કરોડ થઇ છે.આમ અગાઉના વર્ષની સરખામણીએ ગત વર્ષ 2020-21માં પાલિકાને વેરામાં રૂ. અઢી કરોડ આવક વધુ નોધાઇ છે.છેલ્લે માર્ચ મહિના દરમ્યાન વેરા તંત્રએ બાકીદારો પાસેથી વસુલાત તેજ કરી હતી.જેમાં 75 દુકાનો સીલ કર્યા પૈકી 43 દુકાનદાર વેરો ભરી જતા વેરા વસુલાતમાં વધારો આવ્યો છે.

- ચાલુ વર્ષના વેરામાં 80.81 ટકા અને બાકીદારો સહિત વેરામાં 40.55 ટકા વસુલાત નગરપાલિકાએ શહેરમાં વર્ષ 2020-21ના ચાલુ વર્ષ દરમ્યાન મિલ્કતદારોને વેરાના કુલ રૂ. 18.76 કરોડના માંગણા સામે રૂ. 15.12 કરોડની વસુલાત થતાં 80.81 ટકા વેરા વસુલાત નોધાઇ છે.જ્યારે પાછલા વર્ષોના બાકી અને ચાલુ વર્ષના વેરા મળીને કુલ રૂ. 47 કરોડના માંગણા મુજબ એક વર્ષમાં 40.55 ટકા વેરા વસુલાત થઇ છે.

​​​​​​​યાદીને એકબીજા સાથે સરખાવી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે, બુધવારે પ્રસિધ્ધ કરેલી યાદીમાં તો 36 કેસ દર્શાવ્યા હતા. જ્યારે ગુરૂવારની સુધારેલી બીજી યાદીમાં ખુદ આરોગ્ય વિભાગે જ બુધવારના 38 કેસ બતાવ્યા છે. એટલું જ નહીં પણ વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, બુધવારના એક પણ દર્દીની ઉંમર, લીંગ અને ગામ ગુરૂવારની યાદીમાં મેચ થતું ન હતું.ભાસ્કર પાસે આ બંને યાદી છે.જેમાં પ્રથમ યાદીમાં 85 કેસ દર્શાવાયા છે.જ્યારે બીજી યાદીમાં (38 -બુધવાર +47-ગુરુવાર બંને દિવસના 85 ) કેસ દર્શાવાયા છે.બુધવારની યાદી 36 કેસ હતા જેમાં બે કેસની વિસંગગતા જોવા મળી રહી છે.

ઉ. ગુ.માં 171 કેસ
જિલ્લો નવા કેસ
મહેસાણા85
પાટણ50
બનાસકાંઠા12
સાબરકાંઠા16
અરવલ્લી

8

રસીના બીજા તબક્કામાં જિલ્લામાં પ્રથમ દિવસે 12654 ને વેક્સિન અપાઈ
જિલ્લામાં 45 થી 60 વયજુથના લોકોને કોરોના વેક્સિનેશન હેઠળ આવરી લેવાયા હતા.આરોગ્ય તંત્રએ પ્રથમદિવસ 251 જેટલા કેમ્પ કર્યા હતા.જેમાં એક જ દિવસમાં 12654 વ્યક્તિને વેક્સીનનો પ્રથમ ડોઝ અપાયો હતો.શુક્રવાર,શનિવારે પણ કેમ્પનું આયોજન ચાલુ રહેશે તેમ જિલ્લા આરોગ્ય અધિકારી ર્ડા.વિષ્ણુભાઇ પટેલે જણાવ્યુ હતું. રેલવે સ્ટેશને 1000 કર્મચારીઓ પૈકી 300 જેટલા કર્મચારીઓને પ્રથમ દિવસે વેક્સિનેશન કરાયુ હતું.જેમાં જિલ્લામાં ગુરુવારે 45 થી 60 વયજુથના 10290 અને 60થી વધુ વયના 2364 મળી કુલ 12654 વ્યક્તિને રસી અપાઇ હતી.

નવા સંક્રમિતો

મહેસાણાશહેર29
મહેસાણા તાલુકા11
કડી26
ઊંઝા4
ખેરાલુ2
વિજાપુર3
વડનગર3
વિસનગર5
જોટાણા1
સતલાસણા1
કુલ85

​​​​​​​

યાદીમાં અલગતા

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- ગ્રહ સ્થિતિ અનુકૂળ છે. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાત વધારશે. તમે તમારી કોઇ નબળાઈ ઉપર પણ કાબૂ મેળવવામાં સક્ષમ રહેશો. વાતચીતના માધ્યમથી તમે તમારું કામ પણ કઢાવી શકશો. નેગેટિવઃ...

  વધુ વાંચો