તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સંઘર્ષ:તબીબોની મહેનત અને પરિવારનો મજબૂત સાથ "ઓક્સિજન' બન્યો

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 35 દિવસથી કોરોના સામે લડી રહ્યા છે કડીના 54 વર્ષીય આધેડ

આર્થિક ભીડ વચ્ચેના જીવન સંઘર્ષમાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો ત્યારે સારવારના ખર્ચને લઇ રીતસર રડી પડ્યો હતો. છેલ્લા 35 દિવસથી મારા શરીર સાથે સતત લડતો રહ્યો છું. કારણ કે, મારે મારા પરિવાર પાસે પાછું જવું છે. આ શબ્દો છે મહેસાણાની સાંઇક્રિષ્ણા કોવિડ હોસ્પિટલમાં 35 દિવસથી ઓક્સિજન પર રખાયેલા વિપુલભાઇના. કે જેમણે જીવવાની આશા છોડી નથી અને સંઘર્ષને જ જીવન જીવવાનો માર્ગ બનાવ્યો છે.

કડીના મણીપુર વિસ્તારના 54 વર્ષીય વિપુલભાઇ (નામ બદલેલ છે) ને ગળામાં ઇન્ફેક્શન અને એસપીઓટુ 80 આવતાં ખાનગી હોસ્પિટલના તબીબે કોરોના સંક્રમિત થયાની સાથે હાલત ગંભીર હોવાનું કહેતાં તેઓ ધ્રૂજી ગયા હતા. આર્થિકભીડ વચ્ચે કોરોનાનો મોટો ખર્ચ ઉપાડવાની અસમર્થતાએ તેમને ચિંતામાં મૂક્યા હતા અને 35 દિવસ પહેલાં તેમને મહેસાણા કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે લવાયા હતા. મેડિકલ ઓફિસરના કહેવા મુજબ, તેમનો 80 ટકા રિપોર્ટ ખરાબ હતો. ન્યુમોનિયાની અસરને કારણે ચેસ્ટ ઇન્ફેકશન વધારે હોઇ તેમને સતત 32 દિવસ સુધી આઇસીયુમાં ઓક્સિજન પર રખાયા હતા અને તેમનો સંઘર્ષ પૂર્ણ થયો હોય તેમ હાલમાં દિવસમાં માત્ર અડધો કલાક ઓક્સિજનની જરૂરિયાત ઉભી થાય છે.

નર્સિગ સ્ટાફના કહેવા મુજબ, તેઓ જ્યારે દાખલ થયા ત્યારે બે દિવસ ગુમસુમ સૂઇ રહેતા, કોઇની સાથે વાત ન કરતા. પૂછીએ તેટલો જ જવાબ. પરંતુ હવે રિકવરી આવતાં તેમનો એક જ સવાલ હોય છે કે, હું હવે સ્વસ્થ છું, ઘરે જઇ શકું? સારવારના 35 દિવસ દરમિયાન તેમને હિંમતપૂર્વક કોરોનાનો સામનો કર્યો છે અને જીવન જીવવાની ઇચ્છા છોડી નથી. નોંધનીય છે કે, પ્રથમ રિપોર્ટ નેગેટિવ આવ્યાના 10 દિવસ બાદ બીજો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

કોરોનાના જંગ સામે એક સમયે હિંમત હારી ગયો હતો, પરંતુ પરિવાર અને તબીબોની મહેનતને કારણે નવજીવન મળ્યું હોવાનું વિપુલભાઇ કહી રહ્યા છે. બીજી બાજુ તેમનો પરિવાર પણ 35 દિવસથી તેમની જરૂર મુજબની વસ્તુ અંદર પહોંચાડવા ખડેપગે રહેતા પરિવારજનોના શબ્દોમાં કહીએ તો, તેમને રાખવા માટે ઘરમાં અલાયદા રૂમ સહિતની અગવડને કારણે વડીલ હોસ્પિટલની અંદર સંઘર્ષ કરી રહ્યા છે અને અમે બહાર.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારા પોઝિટિવ અને સંતુલિત વિચાર દ્વારા થોડા સમયથી ચાલી રહેલી પરેશાનીઓનો ઉકેલ મળી શકશે. તમે એક નવી ઊર્જા સાથે તમારા કાર્યો પ્રત્યે ધ્યાન કેન્દ્રિત કરી શકશો. જો કોઇ કોર્ટ કેસને લગતી કાર્યવાહી ...

  વધુ વાંચો