તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

જીએસટીની તપાસ:ઊંઝામાં બીજા દિવસે પણ જીએસટીની તપાસ ચાલુ રહી

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હજુ બે દિવસ સુધી તપાસ ચાલશે, મોટી કરચોરીની સંભાવના
 • ટ્રાન્સપોર્ટ કંપનીઓના ઇ-વે બિલો અને વેપારી પેઢીના સ્ટોક સામે હિસાબી ચોપડામાં એન્ટ્રીઓનું ક્રોસચેકિંગ કરાઇ રહ્યું છે

ઊંઝા માર્કેટયાર્ડની 45 જેટલી પેઢીઓ પર શુક્રવારે સ્ટેટ અને સ્થાનિક જીએસટી વિભાગે દરોડા પાડ્યા હતા. શનિવારે બીજા દિવસે પણ જીએસટીની ટીમોએ પેઢીઓના નાણાકીય હિસાબો તપાસ્યા હતા. સૂત્રોમાંથી મળતી માહિતી અનુસાર, જીએસટીની કાર્યવાહી વધુ બે દિવસ ચાલવાની શક્યતા હોઇ કઇ પેઢીમાં કેટલી કરચોરી પકડાઇ તે સોમવાર સાંજ સુધીમાં ખ્યાલ આવી શકશે.

સ્ટેટ અને જિલ્લા જીએસટી વિભાગે શુક્રવારે ઊંઝા માર્કેટયાર્ડમાં આવેલી એકસાથે 45 જેટલી ટ્રાન્સપોર્ટ કંપનીઓ અને વેપારી પેઢીઓ પર દરોડો પડ્યો હતો. શુક્રવાર મોડી રાત સુધી હિસાબી વ્યવહારો તપાસ્યા બાદ પણ કાર્યવાહી પૂર્ણ ન થતાં શનિવારે તપાસનો ધમધમાટ યથાવત રહ્યો હતો. આ દરોડામાં ઊંઝાની મોટાભાગની ટ્રાન્સપોર્ટ કંપનીઓને આવરી લેવાઇ છે. ટ્રાન્સપોર્ટ કંપનીઓના ઇ-વે બિલોની ચકાસણી હાથ ધરાઇ છે.

જ્યારે વેપારી પેઢીઓના સ્ટોક સામે હિસાબી ચોપડામાં એન્ટ્રીઓ ચકાસાઇ રહી છે. સૂત્રો અનુસાર, એકસાથે 45 જેટલી પેઢીઓ પર કરેલા દરોડાના કારણે તપાસ વધુ બે દિવસ ચાલે તેવી શક્યતા છે. જેને લઇ કઇ પેઢી પરથી કેટલી કરચોરી પકડાઇ તે સોમવાર સાંજ સુધીમાં બહાર આવી શકે છે. જીએસટીના અધિકારીઓએ તપાસ પૂરી ન થાય ત્યાં સુધી માહિતી આપવાનું ટાળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો