મહેસાણા કોરોના LIVE:જિલ્લામાં આજે કોરોનાના નવા 135 કેસ સામે આવતા એક્ટિવ કેસ 600ને પાર, 40 દર્દીને રજા અપાઈ

મહેસાણા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ​​​​​આજે નવા 2184 સેમ્પલ લેવામાં આવ્યાં
  • અર્બન વિસ્તારમાં 78 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 57 કેસ નવા સામે આવ્યાં

મહેસાણા જિલ્લામાં આજે 135 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. નવા કેસ સામે આવતા એક્ટિવ કેસનો આંકડો 600ને પાર થઈ ગયો છે. જિલ્લામાં 1 જાન્યુઆરીથી આજ સુધીમાં રોજના 100 કેસ નોંધાઈ રહ્યા છે. જિલ્લામાં એક્ટિવ કેસનો ગ્રાફ રોકેટ ગતિએ વધી રહ્યો છે. જિલ્લામાં હાલ એક્ટિવ કેસની સંખ્યા વધીને 656 થઈ છે.

જિલ્લામાં અર્બન વિસ્તારમાં 78 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 57 કેસ નોંધાયા છે. આજે 40 દર્દીને ડિસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. આજે નવા 2184 સેમ્પલ લેવામાં આવ્યા હતા. 2397 સેમ્પલના પરિણામ હાલમાં પેન્ડિગ છે.

મહેસાણા તાલુકામાં આજે 39 કેસ જ્યારે ગ્રામ્યમાં 12 કેસ, વિસનગર સિટીમાં 8 કેસ અને ગ્રામ્યમાં 4 કેસ, વડનગરમાં 2 કેસ, ખેરાલુ સિટીમાં 1 અને ગ્રામ્યમાં 1 કેસ, ઊંઝા સિટીમાં 18 કેસ ગ્રામ્યમાં 13 કેસ, વિજાપુર સિટીમાં 9 કેસ અને ગ્રામ્યમાં 5 કેસ, બેચરાજી ગ્રામ્યમાં 20 કેસ, કડી સિટીમાં 1 કેસ અને ગ્રામ્યમાં 2 કેસ મળી કુલ આજે નવા 135 કેસ સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...