તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સફાઇ:ગાયત્રી કેનાલમાં પાણી ભરાવા મામલે સભ્યોના આક્રોશ બાદ સાંજે સાફ કરાઇ

મહેસાણા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણા પાલિકાની ભૂગર્ભ ગટર સમિતિની બેઠકમાં સદસ્યોએ મુદ્દો ઉઠાવ્યો
  • ગંદું પાણી ઉલેચી ગંદકીની કામચલાઉ સમસ્યા હલ કરાઇ, કાયમી ક્યારે?

મહેસાણા યુજીવીસીએલ કચેરી સામે ગાયત્રી મંદિર રોડ સાઇડની કેનાલમાં ચોમાસા વગર પણ પાણી ક્યાંથી આવે છે તેને લઇ સોમવારે સવારે પાલિકામાં મળેલી ભૂગર્ભ ગટર સમિતિની બેઠકમાં સદસ્યોએ સવાલો ખડા કરતાં બપોરે 3.30 વાગ્યા પછી કેનાલમાં ભરાયેલું પાણી પમ્પિંગથી ઉલેચી સફાઇ કરવાનું શરૂ કરાયું હતું.

નગરપાલિકામાં સવારે 11 વાગે ભૂગર્ભ ગટર સમિતિના ચેરમેન સંજય બ્રહ્મભટ્ટની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સિટી-1 વિસ્તારના સદસ્ય દિપકભાઇ પટેલે ગાયત્રી મંદિર કેનાલમાં 7-8 દિવસથી પાણી આવે છે. વારંવાર આ સમસ્યા સર્જાઇ રહી હોઇ કાયમી હલ કરવા શાખા અધિકારીને જણાવ્યું હતું. જેમાં શાખા કર્મીએ દલીલ કરી હતી કે, રોડ સાઇડ અંદર ક્યાંક લીકેજ હોય તો પાણી કેનાલમાં આવી શકે, કેનાલમાં રોડ સાઇડના હોલ બંધ કરાય તો ચોમાસામાં પાણી નિકાલ થવામાં મુશ્કેલી સર્જાઇ શકે છે. બિલાડી બાગના પમ્પિંગની મોટર બંધ હોય તો કેનાલમાંથી પાણી નિકાલ થતો નથી, બાકી કેનાલમાંથી પાણી નિકાલ થાય છે. જોકે, છેલ્લા અઠવાડિયાથી પાણી ભરાયેલું હોઇ ગંદકી સર્જાતી હોઇ સત્વરે યોગ્ય કરવા સદસ્યોએ રજૂઆત કરી હતી.

બેઠક પૂર્ણ થયા પછી બપોરે 3.30 વાગે કેનાલમાં પમ્પથી એજન્સીના માણસો દ્વારા ગંદું પાણી ઉલેચી ટેન્કમાં ભરવાનું શરૂ કરાયું હતું. ઉલ્લેખનિય છે કે, રજૂઆતો થાય ત્યારે ગાયત્રી કેનાલમાં સફાઇ થાય છે, ત્યાં સુધી વિસ્તારની કેનાલ નર્કાગાર હાલતમાં રહેતી હોવાની બુમરાડ રહી છે.

અન્ય સમાચારો પણ છે...