તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નિર્ણય:ઊંઝાના ઐઠોરનું ગણપતિ મંદિર સંકટચોથે દર્શન માટે બંધ રહેશે

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોના મહામારીને લઈ મંદિર સંસ્થાન દ્વારા નિર્ણય
  • માત્ર પૂજારી દ્વારા દાદાની આરતી અને સેવાપૂજા કરાશે

કોરોના મહામારીને ધ્યાને લઈ ઊંઝા તાલુકાના ઐઠોર ગામે આવેલા ઐતિહાસિક ગણપતિ દાદાનું મંદિર આગામી સંકટ ચતુર્થી, 2જી જાન્યુઆરીને શનિવારના રોજ દર્શનાર્થીઓ માટે બંધ રાખવાનો નિર્ણય મંદિર સંસ્થાન દ્વારા લેવાયો છે. દાદાની ચોથના દર્શનાર્થે રાજ્યભરમાંથી દર્શનાર્થીઓ આવે છે. વર્ષોથી દરેક સંકટ ચતુર્થીએ ગણપતિ દાદાના દર્શન કરવા ઉત્તર રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઊમટી પડતા હોય છે.

ત્યારે હાલમાં કોરોના મહામારીને લઈ મંદિરમાં દર્શન માટે ભીડ ન થાય તે માટે બંધ રાખવા નક્કી કરાયું છે. માગસર વદ ચોથને શનિવારે મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે. આ દિવસે મંદિરમાં માત્ર પૂજારી દ્વારા દાદાની આરતી અને સેવાપૂજા કરવામાં આવશે. આ દિવસે ઘરે રહીને જ દાદાની પૂજા અર્ચના કરવા દર્શનાર્થીઓને મંદિર સંસ્થાન દ્વારા અપીલ કરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો