• Gujarati News
  • Local
  • Gujarat
  • Mehsana
  • The Furniture Of The Mehsana District Panchayat Construction Branch Was Confiscated Without Compensation To The Farmers Of Ambasan Village

કોર્ટનો હુકમ:આંબાસણ ગામના ખેડૂતોને વળતર નહી મળતા મહેસાણા જિલ્લા પંચાયત બાંધકામ શાખાનું ફર્નિચર જપ્ત

મહેસાણા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

મહેસાણા જિલ્લામાં આવેલા આબાસણ ગામના ખેડૂતોની જમીન રોડમાં કપાત થયા બાદ પણ પૂરતું વળતર ના મળતા આખરે કોર્ટ કચેરી સામે જપ્તી વોરંટ કાઢી ખેડૂતો કોર્ટના માણસો સાથે જિલ્લા પંચાયત આવી પહોંચ્યા હતા. વળતર ના મળતા આખરે જિલ્લા પંચાયત કચેરીના બાંધકામ શાખાના ટેબલ, ખુરસી સહિતનું ફર્નીચર જપ્ત કરવામાં આવ્યું હતું.

મહેસાણા તાલુકામાં આવેલા અંબાસણ ગામના કેટલાક ખેડૂતોની વર્ષો અગાઉ રોડમાં જમીન સંપાદન થઈ હતી, જે મામલે ખેડૂતોને યોગ્ય વળતર ના મળતા કોર્ટમાં અરજી કરી હતી, જે કેસમાં વર્ષો વીતી ગયા બાદ પણ ખેડુતોને પોતાનું વળતર ના મળતા કોર્ટમાં ગયા હતા. જ્યાં મહેસાણા ડિસ્ટ્રીકટ કોર્ટ જપ્તી વોરંટની બજવણી કરી હતી. તેમજ ખેડૂતો કચેરીના ફર્નીચર જપ્ત કરવા પહોંચ્યા હતા.

અબાસણ ગામના પટેલ કેશવલાલ અને પ્રજાપતિ રામાં ભાઈ કોર્ટના માણસો સાથે જિલ્લા પંચાયતના બાંધકામ શાખામાં પહોંચ્યા હતા. જેમાં બે ખેડૂતોના કુલ 1 લાખ રૂપિયા વળતર લેવાના નીકળતા ખેડૂતોએ સરકરી કચેરીની 7 ખુરશી, એક સોફો,3 તિજોરી, 42 ઇંચનું ટીવી મળી કુલ 97 હજાર 200 રૂપિયાનો સામાન ઝપ્ત કરી બાંધકામ શાખાની કચેરીમાં આવેલી અન્ય એક ખાલી ઓફિસમાં પુરી કચેરીને સીલ મારી દીધું હતું.

અન્ય સમાચારો પણ છે...