કાર્યવાહી:હત્યાના ગુનાનો પેરોલ જમ્પ કરી ફરાર આરોપી ઝડપાયો

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરમતી જેલમાંથી પેરોલ ઉપર છૂટી સમયસર હાજર નહી થઈને 8 માસથી ફરાર કાચા કામના કેદીને મહેસાણા પેરોલ ફર્લો સ્કવોડે કડીના આદુંદરાની સીમમાંથી ઝડપી લીધો હતો.પોલીસે લક્ષ્મીપુરા (આદુંદરા)ની સીમમાંથી અમિત ઉર્ફે કાળીયો સુરેશભાઈ પટેલ રહે.છત્રાલ, દિવાનીવાસને ઝડપી લીધો હતો.

કલોલ તાલુકા પોલીસ સ્ટેશનનાં વર્ષ 2018ના હત્યાના ગુનામાં અમિત પટેલ સાબરમતી જેલમાં કાચા કામનો કેદી હતી. ગત 15 ફેબ્રુઆરીના રોજ 5 દિવસના પેરોલ ઉપર છૂટી 20 ફેબ્રુઆરીના રોજ સાબરમતી જેલમાં હાજર થવાનંુ હતંુ. પરંતુ હાજર થયો ન હતો. જેને સ્કવોડે ધરપકડ કરી સાબરમતી જેલને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...