કાર્યવાહી:2008માં પાટણ જિલ્લામાં થયેલા બહુ ચર્ચિત PTC ગેંગરેપનો ફરાર આરોપી ઉંઝાથી ઝડપાયો

મહેસાણા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આરોપી છેલ્લા 07 વર્ષથી હતો પોલીસ પકડથી દુર
  • મહેસાણં પેરોલ ફ્લોની ટીમે આરોપીને ઊંઝાથી ઝડપી લીધો

2008માં પાટણ જિલ્લામાં થયેલા બહુ ચર્ચિત PTC ગેંગરેપનો મુદ્દો સમગ્ર રાજ્યમાં ગાજ્યો હતો જેમાં. PTC ગેંગરેપ કાંડનો આરોપી છેલ્લા 07 વર્ષથી પોલીસની પકડથી દુર હતો જે આરોપીને મહેસાણા પોલીસે ઉંઝાથી ઝડપી લીધો હતો.

પાટણ PTC ગેંગરેપનો આરોપી અમદાવાદ ખાતે આવેલી જેમમાં પોતાની સજા ભોગવી રહ્યો હતો. જે 25 સપ્ટેમ્બરના રોજ સજા દરમિયાન ફ્લો રજા મેળવી ઘરે આવ્યો હતો. જે આરોપીને 10 ઓક્ટોમ્બરના રોજ અમદાવાદની મધ્યસ્થ જેલમાં ફરી સજા માટે રજાઓ ભોગીવને હાજર થવાનું હતું, પરંતુ આ આરોપી હાજર થયો નહોતો અને ફરાર થઈ ગયો હતો.

મહેસાણા પોલીસને આ આરોપી વિસે ખાનગી રહે માહિતી મળી હતી કે, પાટણ PTC ગેંગરેપ કાંડનો આરોલી જે અમદાવાદ જેલમાંથી પેરોલ પર રજા મેળવી ફરાર થઈ ગયો હતો. એ મહેસાણાના ઊંઝા પાસે ઉભો હોવાની માહિતી મળતા મહેસાણા પેરોલ ફ્લોની ટીમે આરોપી અશ્વિન પરમારને ઊંઝા ખાતેથી ઝડપી પાડ્યો હતો. તેમજ પોલીસે તેનો કોવિડ ટેસ્ટ કરાવી અમદાવાદ મધ્યસ્થ જેલ ખાતે મોકલી આપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...