તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:વિજાપુર ખૂન કેસનો ભાગેડુ આરોપી વિસનગરથી ઝબ્બે

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે વર્ષ પહેલાં વચગાળાના જામીન પર છુટ્યા બાદ ફરાર હતો, એસઓજીએ બાતમી આધારે ઘરેથી ઝડપી પાડ્યો

વિજાપુર પોલીસ મથકની હદના હત્યાના કેસમાં જેલમાં બંધ અરોપી વચગાળાના જામીન પર છુટ્યા બાદ છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો હતો. જે આરોપી વિસનગર તેના ઘરે આવ્યો હોવાની બાતમી મળતાં મહેસાણા એસઓજીની ટીમે તેના ઘરે રેડ કરી ઝડપી લીધો હતો. જેનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં પાટણ જેલમાં મોકલી અપાયો હતો.

વિસનગરમાં મહેસાણા રોડ પર આવેલી અંબિકાનગર સોસાયટીમાં રહેતા જીગ્નેશ ભોગીલાલ પટેલ (32) વિરુદ્ધ વર્ષ 2014માં વિજાપુર પોલીસ મથકે હત્યાનો ગુનો નોંધાયો હતો. જીગ્નેશ પટેલે સેશન્સ કોર્ટમાંથી બેએક વર્ષ પહેલાં વચગાળાના જામીન લીધા બાદ તે પરત ફર્યો ન હતો.

આ ભાગેડુ આરોપીની ઝડપી પાડવા એસઓજી ઇન્ચાર્જ પીઆઇ એ.એમ.વાળા સહિતની ટીમ શોધખોળ કરી રહી હતી. ત્યારે રવિવારે જીગ્નેશ તેના ઘરે હોવાની બાતમી મળતાં એસઓજી ટીમે તેને તેના ઘરે પહોચી તેને દબોચી લીધો હતો.જેનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો જે નેગેટીવ આવતા આરોપીને પાટણ જેલના હવાલે કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો