તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હવામાન:ઉ.ગુ.માં સિઝનની ગરમીનો પ્રથમ રાઉન્ડ 4 દિવસમાં ગરમી 3 થી 4 ડિગ્રી સુધી વધશે

મહેસાણાએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • આગામી સમયમાં હિટવેવ જેવી આકરી ગરમીના એંધાણ

ઉત્તર ગુજરાતમાં બુધવાર મોડી સાંજ ઠંડોનો પવન ફૂંકાતાં લઘુત્તમ તાપમાનમાં સાડા ત્રણ ડિગ્રી સુધીનો ઘટાડો નોંધાયો હતો. જેને લઇ મુખ્ય 5 શહેરોમાં ઠંડીનો પારો 19 થી 19.6 ડિગ્રીની વચ્ચે રહતાં ગત રાત્રીએ ઠંડી અનુભવાઇ હતી. બીજી બાજુ ગરમીમાં આંશિક વધારા સાથે પાંચેય શહેરોમાં ગરમીનો પારો 38.3 થી 38.9 ડિગ્રીની વચ્ચે નોંધાયો હતો.

વેધર એક્સપર્ટના જણાવ્યા અનુસાર, શુક્રવારથી સિઝનનો પ્રથમ ગરમીનો રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે. આગામી 4 દિવસ એટલે કે, 29 માર્ચ સુધી ઉત્તર ગુજરાતમાં રાજસ્થાન તરફથી આવતાં સુકા અને ગરમ પવનના કારણે હાલમાં દિવસે હવામાં રહેતું 11 ટકા જેટલા ભેજનું પ્રમાણ ઘટી જતાં ગરમીમાં વધારો થવાની શક્યતા છે.

એક અંદાજ મુજબ, આગામી 4 દિવસમાં ગરમીમાં 3 થી 4 ડિગ્રીનો વધારો થવાની શક્યતા છે. એટલે કે, ગરમીનો પારો 41-42 ડિગ્રીએ પહોંચતાં હિટવેવ જેવી ગરમીનો અનુભવ થઇ શકે છે. આ દરમિયાન ઉત્તર ગુજરાતમાં સૌથી વધુ ગરમી બનાસકાંઠા, સાબરકાંઠા અને પાટણ જિલ્લામાં અનુભવાશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો