તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાતાવરણ:ઉત્તર ગુજરાતમાં ગરમીનો પ્રથમ રાઉન્ડ 10 માસ બાદ પારો 41.5 ડિગ્રી

મહેસાણા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • 48 કલાક યથાવત રહ્યા બાદ ગરમી ઘટવાની શક્યતા

ઉત્તર ગુજરાતમાં શનિવારે ગરમી 2 ડિગ્રી સુધી વધી હતી. જેને લઇ ગરમીનો પારો 41.5 ડિગ્રીએ પહોંચતાં આકરી ગરમી અનુભવાઇ હતી. 10 મહિના બાદ ગરમીનો પારો 41.5 ડિગ્રી નોંધાયો હતો. આ સાથે સિઝનની ગરમીનો પ્રથમ રાઉન્ડ શરૂ થયો છે. ઉલ્લેખનીય છે કે, આ અગાઉ ગત તા.29 મે, 2020ના રોજ સૌથી ઊંચુ તાપમાન 41.8 ડિગ્રી નોંધાયું હતું. એટલે કે, 10 મહિના બાદ ઉત્તર ગુજરાતમાં આકરી ગરમી ફરી શરૂ થઇ છે.

ઉત્તર ગુજરાતમાં શનિવારે ગરમી 2 ડિગ્રી સુધી વધી હતી. જેને લઇ ડીસાનું 41.5 ડિગ્રી, ઇડરનું 41.4 ડિગ્રી, પાટણનું 41.4 ડિગ્રી, મહેસાણાનું 40.2 ડિગ્રી અને મોડાસાનું 40.0 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ગરમીના રાઉન્ડના પ્રથમ દિવસે બનાસકાંઠા, પાટણ અને સાબરકાંઠા જિલ્લામાં સૌથી વધુ ગરમી અનુભવાઇ હતી. જોકે, મોડી સાંજ બાદ વાતાવરણ ઠંડુ થતાં ગરમીથી રાહત મળી હતી. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 48 કલાક સુધી ગરમી યથાવત રહેવાની શક્યતા છે. ત્યાર બાદ ગરમી ઘટવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક સ્થિતિમાં સુધાર લાવવા માટે તમે તમારી કોશિશમાં થોડો પરિવર્તન લાવશો અને તેમાં તમને સફળતા પણ મળશે. થોડો સમય ઘરના બગીચામાં તથા બાળકો સાથે પસાર કરવાથી માનસિક સુકૂન મળી શકશે. કોઇ મિત્ર સાથે...

    વધુ વાંચો