મહેસાણા શહેરમાં માત્ર અડધા ઇંચ વરસાદમાં જ પોલીસ હેડ ક્વાર્ટર રોડ સ્થિત ચેહરનગર સોસાયટીમાં રહેતા 200 પરિવારોને આવન જાવનના રસ્તામાં પાણી ભરાઇ જતાં હાલાકી સર્જાઇ હતી. અહીં વારંવાર ગટર ચોકઅપ થવાના કારણે ગંદું પાણી રસ્તામાં ભરાઇ રહે છે, એવામાં રવિવારે વહેલી સવારે વરસાદી પાણી ભરાઇ રહેતાં લોકોને આખો દિવસ પાણીમાંથી આવન જાવન કરવી પડી હતી.
સોસાયટીના રહીશ અસલમખાન પઠાણે કહ્યું કે, ચેહરનગરમાં બે લાઇન વચ્ચે ચોકડીના મુખ્ય રસ્તા સાઇડનો ભાગ નિચાણમાં છે. જ્યાંથી ગટરની કુંડીમાંથી ગંદું પાણી બહાર આવે છે, પાલિકામાં રજૂઆત કરીએ એટલે કામચલાઉ સમસ્યા હલ થાય પછી ફરી સ્થિતિ જૈસે થે થઇ જાય છે. અલગથી લેવલિંગ કરી વરસાદી લાઇન નાંખવાની જરૂર છે. પાછળની સાઇડ રેલવે લાઇન આવતી હોઇ ત્યાંથી પાણી નિકાલની વ્યવસ્થા થઇ શકે તેમ ન હોઇ આગળ પોલીસ હેડ ક્વાર્ટર રોડ ઉપર પાણી નિકાલની વ્યવસ્થા પાલિકાએ કરવી જોઇએ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.