તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
કોરોના મહામારીના કારણે ધો.2થી 8ના વિદ્યાર્થીઓ માટે હોમ લર્નિંગથી શૈક્ષણિક કાર્ય ચાલે છે, ત્યારે આ કાર્યને વધુ અસરકારક બનાવવા તેમજ વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ આપવાના હેતુસર લાડોલ ક્લસ્ટરની 10 શાળાઓના ધો.1થી 8ના 1966 વિદ્યાર્થીઓ માટે સજ્જતાવર્ધક પ્રોજેક્ટ અમલમાં મૂકાયો છે. જે રાજ્યમાં સૌપ્રથમ છે.
હોમલર્નિંગ અંતર્ગત લાડોલ ક્લસ્ટરની 10 પ્રાથમિક શાળાઓ દ્વારા ગામના વિવિધ મહોલ્લા, ખુલ્લા પરિસર અને શેરીઓમાં 165 સજ્જતાવર્ધક કેન્દ્રો શરૂ કરાયા છે. દરેક ધોરણના વિદ્યાર્થીઓને 10 થી 12ની નાની નાની ટુકડીઓમાં વિભાજિત કરાયા છે. દરેક કેન્દ્રમાં 10થી 12 વિદ્યાર્થીઓની એક ટુકડી એ મુજબ પ્રત્યેક ધોરણ માટે અલગ અલગ બેઠક વ્યવસ્થા સોશિયલ ડિસ્ટન્સ, માસ્ક અને અન્ય તમામ જરૂરી સુવિધા સાથે ઉભી કરાઇ છે. તેના માટે સમયપત્રક બનાવી 75 શિક્ષકો દ્વારા રોજેરોજ છાત્રોને શૈક્ષણિક કાર્ય કરાવે છે. પ્રત્યેક શિક્ષક દ્વારા રોજ અલગ અલગ કેન્દ્રો ઉપર 3 તાસ લેવામાં આવે છે. પ્રત્યેક તાસ 1 કલાકનો હોય છે.
આ સજ્જ્તા વર્ધક કેન્દ્રોમાં શિક્ષકો દ્વારા જાતે જ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક નિદાન કરાય છે. ત્યારે વિદ્યાર્થીઓ શાળામાં આવતાં તૈયાર કરેલ સાહિત્યની મદદથી વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ગુણવત્તા સુધારણાનું કાર્ય વધુ સરળ બનશે અને ઉપરના ધોરણમાં જતાં પહેલાં વિદ્યાર્થીમાં જરૂરિયાત મુજબની અધ્યન નિષ્પત્તિઓ આધારિત કૌશલ્યો કેળવાયેલા હશે. શાળાઓ શરૂ થયા પછી પણ આ પ્રોજેક્ટ હેઠળ કાર્ય ચાલુ રહેશે. આ પ્રોજેક્ટનું સંકલન અને સંચાલન ક્લસ્ટર કક્ષાએથી સીઆરસી કો-ઑ. સંજય પટેલ અને શાળા કક્ષાએથી આચાર્યો દ્વારા થઇ રહ્યું છે.
પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.