ઉત્તર ગુજરાતના વાતાવરણમાં પલટો:પાટણના વારાહી, થરા પંથકમાં સિઝનનો પ્રથમ હળવો વરસાદ

મહેસાણા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
26 કિમી ઝડપે તેજ પવન ફૂંકાતાં વારાહીમાં પતરાં ઊડ્યાં - Divya Bhaskar
26 કિમી ઝડપે તેજ પવન ફૂંકાતાં વારાહીમાં પતરાં ઊડ્યાં
  • બપોર બાદ ઉ.ગુ.ના વાતાવરણમાં પલટો, મહેસાણામાં ગરમીનો પારો 400

ઉત્તર ગુજરાતમાં મંગળવારે પ્રિ-મોનસુન વરસાદે દસ્તક દેતાં ચોમાસુ બારણે હોય તેવો અનુભવ કરાવ્યો હતો. દિવસભર કાળઝાળ ગરમી અને બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો. જેમાં વારાહીમાં 26 કિલોમીટરની ઝડપે ફૂંકાયેલા પવન વચ્ચે ઘરોના પતરાં ઉડવાની સાથે હળવો વરસાદ વરસ્યો હતો.

બીજી બાજુ બનાસકાંઠાના કાંકરેજ-થરા તાલુકાના ભલગામ વિસ્તારમાં પણ હળવો વરસાદ પડ્યો હતો. મહેસાણા જિલ્લામાં વાતાવરણ ધૂળિયું બન્યું હતું. પલટાયેલા વાતાવરણના કારણે મુખ્ય 5 શહેરોમાં ગરમીનો પારો સવા ડિગ્રી સુધી તાપમાન 41 ડિગ્રીથી નીચે આવ્યો હતો.

મહેસાણામાં ગરમી એક ડિગ્રી ઘટી 40 થઇ હતી. હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી 4 દિવસમાં તાપમાન હજુ 2 થી 3 ડિગ્રી ઘટશે. દરમિયાન બપોર બાદ ગાજવીજ સાથે છુટાછવાયા વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.

અન્ય સમાચારો પણ છે...