તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બાળકોની સંભાળ:ઉત્તર ગુજરાતમાં સૌપ્રથમ મહેસાણા SP કચેરી ખાતે બાળ સંભાળ કેન્દ્ર શરૂ કરાયું

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહિલા પોલીસ કર્મીના સંતાનોની સાર સંભાળ માટે બે કેર ટેકર રખાયા
  • કેન્દ્રમાં 10થી 15 બાળકો રાખી શકાય તે પ્રકારની વ્યવસ્થા કરાઈ

ઉત્તર ગુજરાતનાં મહેસાણા જિલ્લાના પોલીસ બેડામાં સૌ પ્રથમ વખત બાળ સંભાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં મહિલા પોલીસ કર્મીના બાળકોની સાર સંભાળ માટે બે કેર ટેકર પણ રાખવામાં આવ્યાં છે. આ ઉપરાંત કેન્દ્રમાં રમકડા, ઘોડિયું, દૂધ સહિતની ખાણી-પીણીની વસ્તુઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે.

બાળકો માટે જરૂરિયાતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવી મહેસાણા પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસમાં ફરજ બજાવતી મહિલા પોલીસ કર્મચારીઓને તેના નાના બાળકો સાચવવાની સમસ્યા હોવાનું ધ્યાને આવતા SP કચેરી નીચે બાળ સંભાળ કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. જેમાં નાના બાળકો માટે જરૂરિયાતની તમામ વસ્તુઓ ઉપલબ્ધ કરવામાં આવી છે. બાળકોની સારસંભાળ માટે બે કેર ટેકર પણ રાખવામાં આવ્યાં છે.

SPએ બાળ કેન્દ્ર શરૂ કરવા નિર્ણય કર્યો હતોશહેરમાં સંખ્યાબંધ મહિલા પોલીસ કર્મચારીઓ છે. જેમના બાળકો ખૂબ નાના છે. ત્યારે મહિલા પોલીસ કર્મચારીઓ અને તેમના પતિ ફરજ પર જાય ત્યારબાદ તેમની સંભાળ રાખવાના પ્રશ્ન ઉભા થતા હતા. જેથી આ બાબત ધ્યાન પર આવતા જિલ્લા પોલીસ વડા ડૉ.પાર્થરાજ સિંહ ગોહિલ દ્વારા આ સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું છે. SPએ બાળ કેન્દ્ર શરૂ કરવા નિર્ણય કર્યો હતો. તે બાળ કેન્દ્રમાં 10 થી 15 બાળકો રાખી શકાય છે, તે પ્રકારની વ્યવસ્થાં ગોઠવવામાં આવી છે. બાળકો માટે ઘોડિયા, રમકડાં, દૂધ સહિતની ખાવા-પીવાની વસ્તુઓ, ગરમ દૂધ કરવા ઇન્ડકશન, સગડી સહિતની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. તેમજ દીવાલો પર અવનવા આકર્ષક પેઇન્ટ કરવામાં આવ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...