દરખાસ્ત:ફાયર સ્ટેશન હવે નાગલપુર વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની જગ્યામાં બનશે

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પાલિકાએ પસંદ કરેલી જગ્યા જિલ્લા કોર્ટના નામે ચાલતી હોઇ ફેરફાર
  • પ્લાન્ટની જગ્યામાં ખાલી રહેતી 6000 ચોરસ મીટર જગ્યા તબદીલ કરવા જિલ્લા કલેક્ટરને દરખાસ્ત

મહેસાણા નગરપાલિકા દ્વારા જિલ્લાના મોડલ ફાયર સ્ટેશન માટે સૌપ્રથમ નાગલપુર ખાતે પસંદ કરાયેલી 6500 ચોરસ મીટર જગ્યા ગામઠાણ અને જિલ્લા ન્યાયાધીશ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટના નામે ચાલે છે. ત્યારે આ જગ્યાના બદલે હવે મુખ્ય રસ્તાની નજીકમાં વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ માટે ફાળવેલી જગ્યામાં બચત રહેતી 6000 ચોરસ મીટર જગ્યા ફાયર સ્ટેશન માટે તબદીલ કરવા જિલ્લા કલેક્ટરને દરખાસ્ત કરાઇ છે. રાજ્યની 32 નગરપાલિકાઓ ખાતે જિલ્લા મુખ્ય ફાયર સ્ટેશન બનાવવાનું સરકારે નક્કી કર્યુ છે.

જે પૈકી વર્ષ 2022-23માં મહેસાણા સહિત 16 નગરપાલિકા મોડલ ફાયર સ્ટેશન બનાવવા પસંદ કરાઇ હોઇ પાલિકાએ પ્રાદેશિક કમિશ્નર કચેરીમાં પ્લાન રજૂ કરી પ્રક્રિયા આરંભી દીધી છે. આ દરમિયાન નગરપાલિકા દ્વારા શરૂઆતમાં મોડલ ફાયર સ્ટેશન બનાવવા માટે નાગલપુર સ.નં. 595ની 6500 ચોરસ મીટર જગ્યા પસંદ કરાઇ હતી. પરંતુ આ જગ્યા ગામઠાણ અને જિલ્લા ન્યાયાધીશ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેસન્સ કોર્ટ મહેસાણાના નામે ચાલે છે અને આ જગ્યા માટે મંજૂરીની પ્રક્રિયા ચાલતી હતી. જોકે, આ દરમિયાન નાગલપુર ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ પૈકીની જગ્યા પાલિકાએ પસંદ કરીને હેતુફેર માટે કવાયત કરી છે.

અન્ય સમાચારો પણ છે...