તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ટાઉન પ્લાનિંગ કમિટીની અંતિમ બેઠક:મહેસાણા પાલિકાની 8મીએ ટીપી કમિટીની અંતિમ બેઠક મળશે

મહેસાણા4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હાઇકોર્ટનો લેખિત ઓર્ડર ન હોવા છતાં ટીપી બોલાવવા સામે પૂર્વ ચેરમેન સ્મિતાબેન જહાની જિલ્લા કલેકટર અને ચીફ ઓફિસરને રજૂઆત

મહેસાણા નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીની અંતિમ બેઠક 8 ડિસેમ્બરે મળે તે પહેલાં પૂર્વ ટીપી ચેરમેને જિલ્લા કલેકટર અને ચીફ ઓફિસરને હાઇકોર્ટના ઓર્ડરથી પર બેઠક બોલાવાઇ રહ્યાનું જણાવી કાયદાકીય કાર્યવાહીની ચીમકી ઉચ્ચારી છે.

મહેસાણા નગરપાલિકાની ટાઉન પ્લાનિંગ કમિટીના ચેરમેન જનક બ્રહ્મભટ્ટના અધ્યક્ષસ્થાને 8 ડિસેમ્બરે સવારે 11 વાગે ટીપી કમિટીની બેઠક મળનારી છે. જેમાં વિકાસ પરવાનગી માટે આવેલી 6 અરજીનો નિકાલ તેમજ બિનખેતી પ્લોટધારકો દ્વારા મુદત વધારો મેળવવા માટે કરાયેલી માંગણી અનુસંધાને ચર્ચા થનારી છે. ત્યારે પૂર્વ ટીપી ચેરમેન સ્મિતાબેન જહાએ કલેકટર અને ચીફ ઓફિસરને લેખિત આપ્યું છે.

જેમાં હાઇકોર્ટનો લેખિત ઓર્ડર આપની પાસે ન હોવા છતાં તમે ટીપી બોલાવી તે બાબતે નગરપાલિકામાં માહિતી અધિકારના નિયમ મુજબ જે વકીલ પાસે આપે અભિપ્રાય માંગ્યો હતો તેની આપની પાસે અમે મૌખિક માંગણી કરી હતી છતાં આપેલો નથી તે અયોગ્ય બાબત છે. આમાં ખોટું થઇ રહ્યું હોવાનું સ્પષ્ટ જણાતાં કાયદાકીય કાર્યવાહી કરીશું તેવો ઉલ્લેખ કરાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે માર્કેટિંગ કે મીડિયાને લગતી કોઇપણ મહત્ત્વપૂર્ણ જાણકારી મળી શકે છે, જે તમારી આર્થિક સ્થિતિ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. કોઇપણ ફોન કોલને ઇગ્નોર ન કરો. તમારા મોટાભાગના કામ સહજ અને આરામદાયક ...

  વધુ વાંચો