તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચિંતાજનક:જિલ્લામાં વધુ 6 કેસ સાથે આંકડો 56 થયો, બહુચરાજીમાં પત્ની,3 વર્ષનો પુત્ર પતિથી સંક્રમિત

મહેસાણા10 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કડીમાં સુપર સ્પ્રેડરની ચેઇન આગળ વધી : ફ્રૂટનો વધુ એક વેપારી તેમજ ઢોલી કોરોના પોઝિટિવ નીકળ્યો

જિલ્લામાં કોરોના પોઝિટિવ વધુ 6 કેસ નોંધાતાં હવે કોરોના સંક્રમિતોનો આંકડો 56એ પહોંચ્યો છે. મંગળવારે જાહેર થયેલા 6 કેસમાં તીર્થધામ બહુચરાજીની બાલાજી સોસાયટીમાં પિતાના ઘરે આવેલ માતા-પુત્રને કોરોના સંક્રમિત પતિના સંપર્કથી કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે. જ્યારે કડીમાં કોરોના સંક્રમિત બે શાકભાજીના ફેરિયા બાદ હવે ચંદીગઢ વિસ્તારના જ ફ્રૂટની ફેરી કરતા 25 વર્ષના યુવકને તેમજ કડી વિસ્તારમાં ઢોલ વગાડતા 65 વર્ષના મલારપુરના વૃદ્ધ  અને કડીની ભાગ્યોદય હોસ્પિટલમાં સારવાર લેનારા કડીના રણછોડપુરા ગામના મારામારી કેસના આરોપી યુવાનને પણ કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતાં તંત્ર દોડતું થઇ ગયું છે. જ્યારે મૂળ વિજાપુરના અને અમદાવાદના અસારવામાં રહેતા દશરથસિંહ બારડ કે જેમને  વિજાપુર આવ્યા બાદ કોરોનાના લક્ષણો જણાતાં લેવાયેલા સેમ્પલમાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તંત્રના કહેવા મુજબ તે અમદાવાદથી જ કોરોના સંક્રમિત થયા હોઇ શકે. આ તમામ કોરોના સંક્રમિતોને મહેસાણા સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં આઇસોલેટ કરાયા છે. બીજીબાજુ આરોગ્ય વિભાગે સંક્રમિત વિસ્તારોમાં ડોર ટુ ડોર સર્વે તેમજ સંબંધિત મામલતદારે કોરોના સંક્રમિત વિસ્તારોને બફરઝોન જાહેર કરી સ્થાનિકોને ક્વોરન્ટાઇન કર્યા હતા. જિલ્લા આરોગ્ય વિભાગના કહેવા મુજબ,  જિલ્લા બહારથી આવેલા સાયલન્ટ કેરિયરોના પગપેસારાથી કોરોના સંક્રમણ પ્રસર્યુ છે. 
કડીના રણછોડપુરાના યુવકને જેલમાં મોકલતાં પહેલાં કરેલો ટેસ્ટ પોઝિટિવ અાવ્યો, વિજાપુરમાં પણ એક કેસ નોંધાયો
તીર્થધામ બહુચરાજીમાં લોકડાઉનના 48 દિવસ બાદ કોરોના પોઝિટિવના  બે કેસ આવતાં સ્થાનિક રહીશો સહિત વેપારીઓમાં ભય છવાયો છે. બહુચરાજી હાઇવે પરની બાલાજી સોસાયટીમાં રહેતા શિક્ષક ધીરુભાઈ પટેલના જમાઈ અને અમદાવાદની કેડિલા કંપનીમાં નોકરી કરતા પંકજકુમાર પટેલ ગત 2મેના રોજ સાસરીમાં પત્ની પૂનમબેન (22) અને પુત્ર માનવ (3)ને મળવા આવ્યા હતા. 9મેના રોજ નોકરી સ્થળે લીધેલ કોરોના સેમ્પલ પોઝિટિવ આવ્યું હતું. જેની જાણ થતા યુવકના સસરા ધીરૂભાઇ પટેલે સામેથી સરપંચ દેવાંગ પંડ્યાને ક્વોરન્ટાઇન થવા જાણ કરી હતી. આરોગ્ય વિભાગે ધીરુભાઈ પટેલ, તેમની પુત્રી પૂનમબેન અને ભાણેજ માનવના મહેસાણાની સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં સેમ્પલ લીધાં હતાં. જ્યારે ધીરુભાઈની પત્ની અને પુત્રને શંખલપુર ક્વોરન્ટાઇન સેન્ટરમાં રખાયાં હતાં. મંગળવારે પૂનમબેન અને તેમના પુત્ર માનવનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં તેમને સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં આઇસોલેટ કરાયાં હતાં. જ્યારે ધીરુભાઈનો રિપોર્ટ નેગેટિવ આવતાં ડિસ્ચાર્જ કરી ક્વોરન્ટાઇનમાં મોકલાયા હતા. 
મામલતદાર વિનુભાઈ પટેલ દ્વારા બાલાજી સોસાયટીના 100 ઘરમાં રહેતા 350 લોકોને કન્ટેન્ટમેન્ટ ઝોનમાં મૂકી તેમજ બેચર ગામને બફર ઝોન જાહેર કરી અવરજવર પર પ્રતિબંધ મૂક્યો છે. જ્યારે આરોગ્ય તંત્ર દ્વારા સોસાયટીમાં સર્વેલન્સ અને ગ્રા.પં. દ્વારા  સેનેટાઇઝ કરાયું હતું. 
ગ્રા.પં. દ્વારા દૂધ શાકભાજીની વ્યવસ્થા કરાઈ
બાલાજી સોસાયટીને સીલ કરાતાં સ્થાનિક રહીશોને દૂધ, શાકભાજી, કરિયાણું સહિતની ચીજવસ્તુઓ ગ્રામ પંચાયત દ્વારા પહોંચાડવાની વ્યવસ્થા મંગળવાર સાંજથી શરૂ કરાઈ હોવાનું સરપંચ દેવાંગ પંડ્યાએ જણાવ્યું હતું. 
બહુચરાજીમાં ખરીદી માટે થતી લોકોની ભીડથી કોરોનાનું જોખમ
બહુચરાજી એ મહેસાણા, અમદાવાદ, સુરેન્દ્રનગર અને પાટણ જિલ્લાની સરહદે આવેલું મુખ્ય વેપારી મથક હોઇ આસપાસના 50થી વધુ ગામોના લોકો રોજ ખરીદી માટે આવે છે. એમાંય છેલ્લા દિવસોમાં રેડઝોન અમદાવાદ, સુરત, વડોદરા વગેરે શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો આ વિસ્તારના ગામડાઓમાં આવી ગયા છે. લોકડાઉન 1 અને 2માં રખાયેલી સાવધાની લોકડાઉન-3માં તમામ દુકાનો ખુલતાં ક્યાંય દેખાતી નથી. સવારે 7થી 12 સુધી દુકાનો ખુલ્લી રહેતાં થતી ભીડમાં ક્યાંય સોશિયલ ડિસ્ટન્સ જળવાતું નથી. તો પોલીસની નિષ્ક્રિયતાના કારણે લોકો બાઇક, છકડા, ગાડીઓ લઇને બજારમાં ઘૂસી જાય છે. જેના પર નિયંત્રણ નહીં લવાય તો કોરોના સંક્રમણનું જોખમ વધી શકે છે.
ઢોલીને ન્યુમોનિયાની અસર હતી, રિપોર્ટ પોઝિટિવ આવ્યો
કડીના મલારપુરાના ઢોલી અમૃત પુંજીરામ રાવળને છેલ્લા એક સપ્તાહથી ન્યુમોનિયાની સઅર હોઇ ભાગ્યોદય હોસ્પિટલમાં લઇ જવાયા હતા. જ્યાં તબિયતમાં સુધારો ના આવતાં મહેસાણા સાંઇક્રિષ્ણા હોસ્પિટલમાં ટ્રાન્સફર કરાયા હતા. જ્યાં રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. દર્દી બહારગામ ગયા નથી તે કોરોના સંક્રમિત કેવી રીતે થયા તેની તપાસ ચાલુ છે. 

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

    વધુ વાંચો