તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચોરી:મહેસાણામાં દીકરીની સગાઈની કામગીરી પતાવ્યા બાદ પિતાની ગાડી ઘર આંગણેથી ચોરાઈ

મહેસાણા4 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • અજાણ્યા ઈસમો સામે ગાડી ચોરીની ફરિયાદ મહેસાણા એ ડીવીઝન મથકમાં નોંધાવી

મહેસાણાની આમ્રપાલી સોસાયટીમાં રાત્રી દરમિયાન ઘર આંગણેથી ગાડી ચોરાવાની ઘટના સામે આવી છે. જેમાં સામાજિક પ્રસંગ પતાવીને ગાડી ઘરના આંગણે મૂકી હતી. ત્યાર બાદ વહેલી સવારે ગાડી ચોરાઈ ગયા હોવાની ખબર પડતા પોલીસ ફરિયાદ નોંધાઈ હતી.

મહેસાણા શહેરમાં સોમનાથ ચોકડી પાસે આવેલ આમ્રપાલી સોસાયટીમાં રહેતા મહેન્દ્ર પરમારના ઘરે સામાજિક પ્રસંગ પતાવ્યા બાદ રાત્રી દરમિયાન ઘર આંગણે થી ગાડીની ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. બે દીકરીઓ જેમાંથી એકની સગાઈ અને બીજી દીકરીના જિયારાનો પ્રસંગ પતાવીને મહેન્દ્રએ તેમની ઇકો ગાડી ઘરના આંગણે મૂકી હતી. ત્યારબાદ વહેલી સવારે ગાડી નજરે ના પાડતા આજુબાજુમાં તપાસ કરી હતી. ત્યારબાદ ગાડી ના મળતા અજાણ્યા ઈસમો ગાડી ચોરી ગયા હોવાનું જાણવા મળ્યું હતુ. જેથી ગાડી ચાલકે અજાણ્યા ઈસમો સામે ગાડી ચોરી થયાની ફરિયાદ મહેસાણા એ ડીવીઝન મથકમાં નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો