વિવાદ:પિતાએ પૈસા લઈ બળજબરીથી લગ્ન કરાવ્યા અને સાસરિયાં ત્રાસ આપતાં હોઇ યુવતી ભાગી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કડીમાં સાસરીમાંથી ભાગેલી યુવતીને 181એ સુરક્ષિત સ્થળે મોકલી
  • કડી બસ સ્ટેશનમાં ડરેલી જોતાં કર્મચારીઓએ 181ને કોલ કર્યો

કડી શહેરમાં સાસરિયાંના ત્રાસથી ભાગેલી યુવતીને પોલીસની 181 અભયમ મહિલા હેલ્પ લાઈનની ટીમે મદદ કરી સુરક્ષિત સ્થળે આશ્રયગૃહમાં પહોંચાડી હતી. પિતાએ પૈસા લઈને બળજબરીથી લગ્ન કરાવ્યા બાદ યુવતી સાસરિયામાંથી એક વર્ષ સુધી ભાગવાની કોશિશ કરી રહી હતી.મહેસાણા પોલીસ હેડ ક્વાર્ટર સ્થિત 181 મહિલા હેલ્પલાઈનને કડી શહેરમાંથી થર્ડ પાર્ટી દ્વારા કોલ આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, એક યુવતી તેની સાસરીમાંથી ભાગીને બસ સ્ટેશનમાં આવી છે. તેથી 181 અભયમ ટીમે સ્થળ ઉપર જઈ યુવતીનું કાઉન્સેલીંગ કર્યું હતું.

જેમાં યુવતીએ જણાવ્યું કે, તે સુરતની વતની છે. તેના લગ્ન તેના પિતાએ બળજબરીથી પૈસાની લેવડ- દેવડ કરીને કરાવ્યા હતા. તેના લગ્નને એક વર્ષ થઈ ગયું છે. તેણી છેલ્લા એક વર્ષથી સાસરીમાંથી ભાગવાની કોશિશ કરી રહી હતી. પરંતુ, સફળ થઈ શકી નહોતી. તે દિવસે ભાગવામાં સફળ રહેતાં કડી બસ સ્ટેશન ઉપર આવી ગઈ હતી. જ્યાં ગભરાયેલી હાલતમાં જોતા કર્મચારીઓએ યુવતીની મદદ માટે કોલ કર્યો હતો. સાસરીમાં જવા માંગતી ન હોઇ 181 ટીમે યુવતીને સુરક્ષિત આશ્રયગૃહ મોકલી હતી.

અન્ય સમાચારો પણ છે...