તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
મોટીદાઉના 50થી વધુ ખેડૂતો જમીન સંપાદન અને જંત્રીને લઇને મુશકેલીમા મૂકાયા છે.ખેડૂત એવા નરેન્દ્રભાઇ બાબુલાલ પટેલે જણાવ્યુ હતુ કે, અમારા ગામમાંથી રેલવ લાઇન પસાર થાય છે સાથે રેલવે લાઇનને અડીને પૂર્વ દિશા તરફ રેલવે પ્રોજેક્ટ વેસ્ટર્ન ફેટ કોર્રીડોર દ્વારા હયાત રેલવેને અડીને નવિન લાઇનનુ બાંધકામ ચાલુ છે.કિંમતી ફળદ્રુપ જમીન સંપાદન કરાઇ છે
ત્યારે સંપાદનની વળતરની પ્રક્રિયામા ખેડૂતોની ખેતીની અને બીનખેતીની જમીનની જંત્રીનોદર ઓછો રૂ 98 અને વધુમા વધુ રૂ 385 દર ચોરસ મીટર હોવાથી નુકશાન સહન કરવુ પડે છે.
ખેડૂતોના ઉપવાસ આંદોલન માટેના મુખ્ય મુદ્દા
1.ખેડૂતોએ સંપાદન પ્રક્રિયા સમયે આપેલ વાંધા અરજી ધ્યાને લેવી
2.વિકસીત ગામ હોવાના કારણે 1 વીઘા જમીનની બજાર કિંમત 2.5 કરોડથી લઇને 5 કરોડ સુધીની છે ત્યારે સંપાદિત જમીનનુ વળતર ખેડૂતને ખુબજ ઓછુ ચૂંકવવામા આવે છે.
3.સંપાદન થતી જમીનમા અમુક હિસ્સો સંપાદિત થતા કુલ ક્ષેત્રફળમાં ઘટાડો થશે.
4.વચ્ચો વચ્ચ બ્રિજ નીકળતા ખેડૂતોની જમીનના ત્રણ ટુકડા થાય છે
5.જમીનમા બ્રીજ,અન્ય રોડ કે વરસાદી પાણીના નિકાલ માટે થનારા બાંધકામને કારણે આસપાસના ખેડૂતોના રસ્તા કે વરસાદી પાણીના નિકાલનો પ્રશ્ન ઉભો થશે.
6.જંત્રી કાયદા અનુસાર પ્રતિવર્ષે જંત્રીમા સુધારો કરવાની જોગવાઇ હોવા છતા મોટીદાઉના ખેડૂતો વર્ષ 2015થી સરકારમા જંત્રીના દરમા વધારો કરવા અનેક રજૂઆતો કરવા છતા પરિણામ મળ્યુ નથી.
7.વેસ્ટર્ન રેલવએ કોર્રીડોર માટે 25 થી 30 ખેડૂતોની ફળદ્રુપ જમીન સંપાદિત કરી ખુબજ ઓછુ વળતર આપવાની સાથોસાથ અસરગ્રસ્ત ખેડૂતોને જંત્રીતો દર પણ ઓછો હોઇ નુકશાન થયેલ છે.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.