ક્યારે થશે કાર્યવાહી?:સદુથલાના ખેડૂતે જમીન માપણી માટે બે વાર ફી ભરી છતાં તંત્ર ફર્ક્યૂ જ નહીં

મહેસાણા12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી

બહુચરાજીના સદુથલામાં ખેડૂત માલિકીના સિટી સર્વે નંબર આજુબાજુના સર્વે નંબરોની ચારેય દિશાઓ અને ચારેય ખૂણા પ્રમાણે હદ ખૂંટ લગાવી આપવા સરકારી ધારાધોરણ પ્રમાણે બે વખત માપણી ફી ભર્યા પછી તંત્ર માપણી તો કરી ગયું પણ હજુ હદ નિશાન ખૂંટ લગાવી ન આપતાં ખેડૂત હાલાકી અનુભવી રહ્યા છે. હવે સત્વરે હદ નિશાન ખૂંટ લગાવી આપવામાં નહીં આવે તો છેલ્લા પાંચ વર્ષમાં જિલ્લામાં કરાયેલી તમામ માપણીઓમાં દરેક ખેડૂત, માલિકોને હદ ખૂટ નિશાન લગાવી આપવા હાઇકોર્ટના દ્વારા ખખડાવીને સંબધિત સરકારી કચેરીઓને પક્ષકાર બનાવવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારતી જિલ્લા નિરીક્ષક જમીન દફ્તર મહેસાણા કચેરીને લેખિત રજૂઆત કરાઇ છે.

મહેસાણાના સુવર્ણધામ ફ્લેટમાં રહેતા અને સદુથલામાં જમીન ધરાવતા ખેડૂત વિષ્ણુભાઇ પટેલે રજૂઆતમાં જણાવ્યુ છે કે, સર્વે નંબર 32માં જમીન માપણી પૂર્વ જિલ્લા નિરીક્ષક અધિકારીની હાજરીમાં કરાઇ હતી. અત્યાર સુધીમાં પ્રથમ જમીન માપણીની મુખ્ય અરજી સાથે રૂ.900 ફી અને ત્યાર બાદ સુપર રેસ્ટની જમીન માપણીની અરજી સાથે ડબલ રૂ.1800 ફી ભરી હોવા છતાં કચેરી દ્વારા હદ નિશાન ખૂંટ લગાવી આપેલા નથી.

ખૂંટ નિશાન વગર જમીન હદ માલિકીપણાના પ્રશ્નો સર્જાતા હોય છે. આ સ્પષ્ટ દર્શાવવા માટે તો ફી ભરી છે. જેતે વખતે અધિકારીએ હદ નિશાન ખૂંટ લગાવી આપવા મૌખિક બાંહેધરી આપી હોવા છતાં કાર્યવાહી થઇ નથી. આ અરજીથી યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો હાઇકોર્ટના દ્વાર ખખડાવવાની ચીમકી ઉચ્ચારી હતી.

અન્ય સમાચારો પણ છે...