ફરિયાદ:મહેસાણાના મોટીદાઉમાં ઘઉના ખેતરમાં ગાયો ચરી જતાં માલિક સામે ખેડૂતે ફરિયાદ નોંધાવી

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેડૂતે ગાયોના માલિક સામે પોલીસ ફરિયાદ નોંધાવી

મહેસાણા તાલુકામાં આવેલા મોટીદાઉ ગામમાં એક ખેડૂતે ઘઉંનું વાવેતર કરેલ હતું. જે ખેતરમાં ગામના અન્ય એક વ્યક્તિની ગયો ઘઉંના ખેતરમાં ફરી વળતા મોટા ભાગના ઘઉં ચરી ગઈ હતી, તેમજ ખેતરમાં ભેલાણ કરી ખેડૂતને મોટું નુકસાન પહોંચતા આખરે ખેડૂતે ગામના વ્યક્તિ સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

મોટીદાઉ ગામમાં રહેતા પટેલ નરેશ સોમાભાઇ નામના ફરિયાદીએ મહેસાણા તાલુકા પોલીસમાં ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, પોતે ગામના અન્ય એક વ્યક્તિના ખેતરમાં દોઢ વિઘની ખેતી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે.

ખેડૂત પોતાના ઘરે હાજર હતા ત્યારે તેમના કાકા ફોન કરીને જાણ કરી હતી કે, તે ઉગાડેલા ઘઉંના ખેતરમાં ગામના રબારી બાબુ જેરામભાઇની ગાયો ખેતરમાં પડેલી છે. જે માહિતી મળતાની સાથે જ ખેડૂત ખેતરે જઇ તપાસ કરી હતી. જેથી ગામમાં રહેતા બાબુ ભાઈ રબારીના ઘરે જઇ નુકશાન બાબતે ખેડૂતે જાણ કરી હતી. જેથી રબારી બાબુભાઇએ કહેલું કે ગાયો તો હું બંધતો નથી મારી ગાયો તો ફરતી રહેશે, જેથી તમારે થાય તે કરી લેવું. તેવો ઉડાઉ જવાબ આપી ફરિયાદી સાથે બોલાચાલી કરી હતી. સમગ્ર મામલે હાલમાં ખેડૂતે ગામમાં રહેતા રબારી બાબુભાઇ જેમર ભાઈ વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...