મધરાતે ચોરી:કડીના ચંદ્રાસણ ગામે પરિવાર જમીને સુઇ ગયો અને તસ્કરો 1.14 લાખના દાગીના લઇને ફરાર

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પરિવારે બાવલું પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમો સામે ફરિયાદ નોંધાવી

કડી તાલુકામાં આવેલા ચંદ્રાસણ ગામે રહેતા ઇશ્વરજી ભગાજી ઠાકોરના ખેતરમાં ઘર બનાવી સયુંકત કુટુંબ સાથે રહે છે. જે પરિવાર સાથે રાત્રી દરમિયાન સૂઈ રહ્યા હતા. ત્યારે કેટલાક તસ્કરો ઘરેણા સહિત 1.14 લાખની મતાની ચોરી કરી ફરાર થયા હતા.

સમગ્ર મામલે ફરિયાદીના પત્ની જાગીને ઘરમાં જતા ધર ખુલ્લું હતું અને ઘરમાં રહેલ તિજોરી પણ ખુલ્લી હોઈ અને તિજોરીમાં રહેલો સામાન વેર - વિખેર હોઈ જેથી તેમને પતિ અને દીકરાને જગાડતા તે લોકો ઘરની અંદર તપાસ કરતા તિજોરીમાં રહેલા 3 જોડ ચાંદીના રમઝા આશરે એક કિલોના તથા બે જોડ ચાંદીના કાબિયો, એક જોડ ચાંદીની પાયલ 100 ગ્રામ કિંમત, નંગ 3 ચાંદીની લકી આશરે 150, નંગ 1 સોનાની ચુની આશરે 1 ગ્રામ, નંગ 1 ચાંદીનું મંગળ સૂત્ર આશરે 100 ગ્રામનું કુલ મળી કિંમત 1 લાખ 14 હજારના દાગીનાની ચોરી કરીને તસ્કરો ઘર સાફ કરીને રફુચક્કર થઈ ગયા હતા.

ચોરી થયેલા દાગીનાની તપાસ કરતાના મળી આવતા આખરે પરિવારે બાવલું પોલીસ સ્ટેશન ખાતે અજાણ્યા ઈસમો સામે ગુનો નોધી કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...