કાર્યવાહી:જમીનમાં એસિડ ઉતારનારા ફેકટરી માલિક જમીન માલિકને રૂ. 25 લાખનો દંડ ફટકાર્યો

મહેસાણાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લા તંત્ર દ્રારા પ્લાન્ટ બંધ કરી મશીનરી સીઝ કરવાની સાથે સાથે પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા પણ જવાબદારો સામે કાર્યવાહી કરાઈ

શોભાસણ રોડ પર એસીડીક પ્રકારનું ગંદુ પાણી રિવર્સ બોરીગ દ્વારા જમીનમાં ઉતારી ભૂગર્ભ જળને પ્રદૂષિત કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ધ્યાને આવતાં જિલ્લા તંત્ર દ્વારા આ પ્લાન્ટને બંધ કરાવીને તાત્કાલિક અસરથી ડીસમેન્ટલ કરી દેવામાં આવ્યું છે.

બીજી તરફ પાણી પ્રદૂષણ અધિનિયમ હેઠળ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના નાયબ મુખ્ય પર્યાવરણ ઇજનેર દ્વારા એસીડીક કેમિકલ જમીનમાં રિવર સુધારવાનું એકમ ચલાવતા અંકિતકુમાર પટેલ વાપી તેમજ જમીન માલિક સલીમભાઈ વકીલને આ ગેરકાયદે પ્રવૃત્તિ દ્વારા પર્યાવરણને નુકસાન માટે કુલ રૂપિયા 25 લાખ બોર્ડ માં જમા કરાવવા લેખિત અપાયું છે, જ્યારે એક લાખ રૂપિયા બેંક ગેરંટી બોર્ડમાં જમા કરાવવાની રહેશે.ટેન્કર ડ્રાઇવર શંભુભાઈ યાદવન ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હોય તેમને રૂપિયા 4 લાખ બોર્ડ માં જમા કરાવવા ફટકાર લગાવી છે.

પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ મહેસાણા યુનિટના અધિકારીઓની સ્થળ મુલાકાત દરમિયાન ટેન્કર સાથે હોજ પાઇપ જોડી ટેન્કરમાં કેમિકલનું 100 ફુટ દુર આરસીસી ની અંદર બનાવેલ બોરવેલમાં ઠાલવવામાં આવતું હતું ટેન્કરમાં આશરે 15000 લિટર એસિડિક કેમિકલ ભરેલું હતું .200 લીટર નું એક ડ્રમ એવા કુલ 34 ડ્રમ કેમિકલ થી ભરેલા હતા .આશરે ત્રણ એમટી જેટલો સોલિડ વેસ્ટ સ્થળ પર સંગ્રહિત જોવા મળ્યો હતો .ટેન્કરમાંથી તેમજ સંગ્રહમાંથી સેમ્પલ મેળવ્યા હતા. જેમાં એસીડીક ફ્યુમ અનુભવાયું હતું .મહેસાણા એલસીબી પોલીસ દ્વારા અંકિત પટેલ ,શંભુ યાદવ અને મેહુલ પટેલ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરાવી છે.

આ સંજોગોમાં નાયબ મુખ્ય પર્યાવરણ ઇજનેર પાણી એ તાત્કાલિક અસરથી ઉદ્યોગની ઉત્પાદન પ્રવૃત્તિ બંધ કરવા તેમજ પર્યાવરણને નુકસાન બદલ 25 લાખ જમા કરાવવા સહિતની ફટકાર લગાવવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...