સુવિધા:મહેસાણા ગાંધી શોપિંગ સેન્ટરની મરામત સાથે સુવિધા ઉભી કરાશે

મહેસાણા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાંધકામ સમિતિના ચેરમેનની વેપારીઓ સાથે ચર્ચામાં હૈયાધારણા

મહેસાણાના મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરના પડતર પ્રશ્નો અંગે પાલિકાની બાંધકામ સમિતિના ચેરમેને વેપારીઓ સાથે ચર્ચા કરી કામ પુરાં કરવા માટે હૈયાધારણા આપી હતી. મહેસાણામાં નગરપાલિકાએ બનાવેલ મહાત્મા ગાંધી શોપિંગ સેન્ટરના પડતર પ્રશ્નોના નિકાલ માટે બાંધકામ સમિતિના ચેરમેન દિપકભાઇ પટેલે સિવિલ એન્જિનીયર જતીન પટેલ સાથે સ્થળ ઉપર મુલાકાત લઇને વેપારીઓ, સદસ્યો સાથે પરામર્શ કર્યો હતો.

જેમાં શોપિંગ સેન્ટરના ટોયલેટ બ્લોક અને છતના દરવાજા તૂટેલી હાલતમાં હોઇ રિનોવેશન કરાવવા રજુઆતમાં હકારાત્મક અભિગમ વ્યક્ત કરાયો હતો. જેમાં રિનોવેશન બાદ યોગ્ય સંચાલન, જાળવણી ધ્યાન બાબતે પરામર્શ કરાયો હતો અને હૈયાધારણા આપી હતી.

અન્ય સમાચારો પણ છે...