તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ફરિયાદ:એન્જિનિયર પતિએ તબીબ પત્ની પાસે વોશીંગ મશીન, ગાડી,10 લાખ માગ્યા

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ખેરાલુની યુવતીની પતિ, સાસુ,સસરા,નણંદ સામે ફરિયાદ

ખેરાલુની યુવતી પાસે સુરતના સાસરિયાંએ વોશીંગ મશીન, ગાડી અને રૂપિયા 10 લાખનું દહેજ માંગીને શારીરિક તેમજ માનસિક ત્રાસ આપીને કાઢી મૂકી હતી. ઈલેક્ટ્રીકલ એન્જિનિયર પતિએ ફિઝિયોથેરાપિસ્ટ પત્નીને કેરોસીન છાંટી, સળગાવી દઈ આપઘાતમાં ખપાવી દેવાની ધમકી આપતા યુવતીએ પિયરમાં આવીને ફરિયાદ આપતા પોલીસે સાસરિયાં સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

ખેરાલુના કાજીવાડામાં રહેતા કાદરભાઈ કાસમભાઈ મેમણની દીકરી મહેકના સુરત સ્થિત મહંમદહુસેન મુનાફભાઈ છાયા સાથે લગ્ન થયા હતા. લગ્ન દરમિયાન સોના-ચાંદીના દાગીના અને ભેટસોગાદો કરિયાવરમાં આપી હતી. તેમ છતાં ઈલેક્ટ્રીકલ એન્જિનિયરની ડિગ્રી ધરાવતા પતિએ ફિઝિયોથેરાપિસ્ટ પત્નીને દવાખાનુ શરૂ કરવા માટે પિયરમાંથી રૂપિયા 10 લાખ, ગાડી અને વોશીંગ મશીન લઈ આવવા કહ્યુ હતું. યુવતીએ ના કહેતાં પતિ, સાસુ-સસરા અને નણંદે માનસિક ત્રાસ આપવાનું શરૂ કર્યુ હતું.

આ ઉપરાંત કેરોસીન છાંટી સળગાવી દઈને આપઘાતમાં ખપાવી દેવાની ધમકી આપતાં યુવતી પિયર આવી ગઈ હતી. પિયર આવ્યા બાદ પોલીસને જાણ કરતાં ખેરાલુ પોલીસે પતિ મહંંમદ હુસેન, સસરા મુનાફભાઈ, સાસુ નસીમબાનુ અને નણંદ મુબીનાબાનુ સામે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...