મહેસાણા જિલ્લાના 7 વિધાનસભા વિસ્તારમાં 80 વર્ષથી વધુ વયના 31,945 અને દિવ્યાંગ 11,870 મળી કુલ 43,815 મતદારો પૈકી 40,898 મતદારોને ટપાલ મતપત્રનો વિકલ્પ પસંદ કરવા અંગેનું 12-ડી ફોર્મ બીએલઓ મારફતે વિતરણ કરાયું હતું. જે પૈકી માત્ર 363 મતદારે આ ફોર્મ ભરી જમા કરાવ્યું હોઇ ચૂંટણી ટીમ આ મતદારોના ઘરે બેલેટપેપર લઇને જશે અને મતપેટીમાં ટપાલમત મેળવશે. જિલ્લામાં 80 વર્ષથી વધુ વયના મતદારો પૈકી અશક્ત મતદારો માટે ટપાલ મતનો વિકલ્પ ચૂંટણીમાં લાગુ કરાયો છે.
આ જ વ્યવસ્થા દિવ્યાંગ મતદારો માટે કરાઇ છે. તેમજ આવશ્યક સેવા ફરજના કર્મચારીઓને પણ ટપાલ મતમાં આવરી લેવાનો વિકલ્પ અપાયો હતો. જેમાં તા.15મી સુધીમાં આ અંગે વિસ્તારના બીએલઓ મારફતે જે-તે મતદારના સરનામે પહોંચી ફોર્મ આપીને સંમતી કે અસંમતી લેવાઇ હતી. જેમાં જિલ્લામાં 80 વર્ષથી વધુ વયના 270, દિવ્યાંગ 42 અને આવશ્યક સેવા ફરજના 51 મળી કુલ 363 મતદારોએ ઘરે બેઠાં ટપાલ મતનો વિકલ્પઅનુસંધાન જિલ્લામાં 80 વર્ષથી વધુ વયના પસંદ કર્યો છે. આ બેલેટ તૈયાર થયા પછી મતપેટી લઇને બુથની ટીમ આ મતદારોના ઘરે જઇ મતદાન કરાવશે. ટપાલમતનો વિકલ્પ પસંદ કરનાર દિવ્યાંગોમાં ખેરાલુમાં 10, ઊંઝામાં 7, વિસનગરમાં 2, બહુચરાજીમાં 1, કડીમાં 7, મહેસાણામાં 5 અને વિજાપુરમાં 10 મળીને 42 મતદારો છે.
80 વર્ષથી વધુ વયના 270 મતદારો ટપાલમત આપશે
વિધાનસભા 80+ | ટપાલમત | |
ખેરાલુ | 3485 | 47 |
ઊંઝા | 4501 | 42 |
વિસનગર 4093 | 6 | |
બહુચરાજી 5380 | 17 | |
કડી | 4723 | 77 |
મહેસાણા 5131 | 48 | |
વિજાપુર | 4632 | 33 |
કુલ | 31945 | 270 |
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.