વેબ કાસ્ટિંગની વ્યવસ્થા:જિલ્લામાં સાત બેઠકના 939 મતદાન મથકમાં ચૂંટણી પ્રક્રિયાનું વેબ કાસ્ટિંગ કરાશે

મહેસાણા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • જિલ્લા કંટ્રોલરૂમથી આ બુથોમાં જીવંત મતદાન પ્રક્રિયા નિહાળી વોચ રાખી શકાશે

મહેસાણા જિલ્લામાં વિધાનસભાની સાત બેઠક વિસ્તારના 50 ટકા મતદાન મથકો એટલે કે 939 મતદાન મથકોમાં મતદાનના દિવસે થતી પ્રક્રિયાનું જીવંત પ્રસારણ (વેબ કાસ્ટિંગ)ની વ્યવસ્થા કરવામાં આવશે. આ મતદાન મથકોમાં મતદાન દરમિયાનની દરેક પ્રક્રિયા અને ગતિવિધિઓ જિલ્લા ચૂંટણી કંટ્રોલરૂમમાં હાજર અધિકારી નિહાળી વોચ રાખી શકશે. વિધાનસભાના સાત મતક્ષેત્રમાં કુલ 1869 મતદાન મથકો આવેલા છે. જેમાં 419 લોકેશનના 939 મતદાન મથકોમાં વેબ કાસ્ટિંગ કરવામાં આવશે.

મતદાન દરમિયાનની ગતિવિધિઓ, પ્રક્રિયા ઉપર તીસરી આંખની નજર રહેશે. જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારી કચેરી ખાતે કંટ્રોલરૂમ કાર્યરત કરવામાં આવશે અને આ મતદાન મથકોમાં મતદાનના દિવસે થતી પ્રક્રિયા કંટ્રોલરૂમમાં બેઠા નિહાળી શકાશે અને તેની ઉપર વોચ રાખી શકાશે. આ દરમિયાન અધિકારીને મતદાન મથકમાં વ્યવસ્થા બાબતે કંઇ ત્રૂટી જણાય તો ત્વરિત સંબંધિત મતદાન મથકના અધિકારીને યોગ્ય કરવા જાણ કરી શકાશે.

આ મતદાન મથકોમાં વેબ કાસ્ટિંગ કરાશે

બેઠકમતદાનમથકોવેબકાસ્ટિંગ
ખેરાલુ270135
ઊંઝા246123
વિસનગર238119
બહુચરાજી285145
કડી307154
મહેસાણા275139
વિજાપુર248124
કુલ1869939
અન્ય સમાચારો પણ છે...