ચૂંટણી:ચૂંટણી જાહેર થઇ પણ ગ્રામ્યમાં હજુ રાજકીય માહોલ સાવ ઠંડો

મહેસાણા3 મહિનો પહેલા
  • કૉપી લિંક

સોમવારથી મુખ્ય રાજકીય પાર્ટીના ઉમેદવારો દ્વારા ઉમેદવારી પત્રો ભરવાની શરૂઆત થશે. ઉમેદવારી પત્ર ભરવાની પહેલા જે તે પાર્ટીના ઉમેદવાર ને પ્રોત્સાહન આપવા માટે તેમના સમર્થકો પણ ઉમટશે. નજીકના સ્થળોએ ચૂંટણી સભા થશે અને જીતના દાવાઓ કરાશે. ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાઓની ચૂંટણી કરતા વિધાનસભાની ચૂંટણીમાં અલગ મિજાજ જોવા મળી રહ્યો છે. બીજા તબક્કામાં 5 ડિસેમ્બરે મતદાન છે. હવે ગણતરીના દિવસો જ બચ્યા છે તેમ છતાં ઉડીને આંખે વળગે તેવો ગરમ માહોલ નજરે પડતો નથી. ગામડામાં હજુ સાવ ફિક્કો માહોલ છે.

અન્ય સમાચારો પણ છે...