વિજાપુર તાલુકાના વસઇ ગામના બે યુવાનો બાઇક લઇને ડાભલા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે ડમ્પર ચાલકે બાઈકને ઓવરટેક કરી અચાનક બ્રેક મારતાં બાઇક પાછળ ઘૂસી જતાં એક યુવાનનું મોત થયું હતું, જ્યારે બીજાને ઈજા થઇ હતી. વસઈ ગામે વણકર વાસમાં રહેતા પરમાર ચંદન મુળચંદભાઈ (27) અને પરમાર કેયુર વિનોદભાઈ (23) મંગળવારે બપોરે મહેસાણા સાબરમતી ગેસ એજન્સીમાં નોકરી જવા બાઇક (જીજે 01 ઇએક્સ 5247) લઈને ઘરેથી નીકળ્યા હતા.
બપોરે એકાદ વાગે તેઓ ડાભલા ગામ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પાછળથી આવતા ડમ્પર (જીજે 02 ઝેડ ઝેડ 9001)ના ચાલકે ઓવરટેક કરી અચાનક બ્રેક લગાવી હતી. જેના કારણે બાઇક ડમ્પરમાં ઘૂસી જતાં સર્જાયેલા અકસ્માતમાં ચંદનકુમારનું ઘટના સ્થળે મોત થયું હતું. જ્યારે કેયુરને ગંભીર ઈજા પહોંચતા 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો હતો. આ મામલે વસઇ પોલીસે અકસ્માત બાદ ડમ્પર મૂકી ભાગી ગયેલા ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.