અકસ્માત:રાજપુર પાટિયે કાર ઝાડ સાથે અથડાતાં ચાલકનું મોત થયું

મહેસાણાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મૂળ પાટણના સંડેરના અને હાલ વડોદરા રહેતા પરિવારની કારને અકસ્માત નડ્યો

મહેસાણા-અમદાવાદ હાઈવે પર આવેલા રાજપુર પાટિયા પાસે કાર ઝાડ સાથે અથડાતાં કારચાલકનું મોત થયું હતું. જ્યારે કારમાં અન્ય 2ને ઇજા થઇ હતી. મૂળ સંડેરના હાલમાં વડોદરા ખાતે રહેતા પ્રવિણ પટેલની કાર ડિવાઈડર પાસે રહેલા ઝાડ સાથે અથડાઈ હતી.

મહેસાણાથી અમદાવાદ તરફ જતા હાઇવે પર કડી તાલુકાના રાજપુર ગામના પાટિયાથી થોડે દૂર ભારત પેટ્રોલપંપની સામે ગુરૂવારે મોડી સાંજે કાર (જીજે 06 જેક્યુ 1179) ઝાડ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં કાર હંકારી રહેલા મૂળ પાટણ જિલ્લાના સંડેર ગામના વતની અને હાલ વડોદરા રહેતા પટેલ પ્રવિણભાઇ પ્રભુદાસને ગંભીર ઈજાઓ થતાં તેમનું મોત થયું હતું.

આ બનાવ અંગે હાલ વડોદરા બી-8, હોમ હાઉસિંગ સોસાયટી, સૈયદ વાસણા રોડ, ગોત્રી, વડોદરા ખાતે રહેતા મૃતકના મોટાભાઈ રસિકકુમાર પ્રભુદાસ ઇશ્વરભાઇ પટેલે નંદાસણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...