તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:કૂતરાએ 10 વર્ષના કિશોરને આંખ અને માથા પર બચકાં ભરતાં 20 ટાંકા આવ્યા

મહેસાણા4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહેસાણાના પાલાવાસણા બાયપાસ પરના પેટ્રોલપંપ પરની ઘટના
  • આંખની ઉપરનો ભાગ પણ કરડી ખાંધો, સિવિલમાં સારવાર અપાઇ

મહેસાણાના પાલાવાસણા બાયપાસ પર નવિન બની રહેલા પેટ્રોલપંપ પર મજૂરો કામ કરી રહ્યા હતા, ત્યારે 10 વર્ષના કિશોરને કૂતરાએ ચહેરા પર બચકું ભરવા જતાં આંખના ઉપરના ભાગે અને દાંત બેસાડતાં મહેસાણા સિવિલમાં સારવાર માટે લવાયો હતો. જેને 20 ટાંકા આવ્યા હતા.

મૂળ યુપીના અને હાલ પાલાવાસણા બાયપાસ પર ઓમકાર નાયક અને તેનો પરિવાર નવા બની રહેલા પેટ્રોલપંપ પર અન્ય મજૂરો સાથે કામ કરે છે. સોમવારે તેનો 10 વર્ષનો પુત્ર ઇક્કી બે મિત્રો સાથે રમી રહ્યો હતો, તે સમયે તેના મિત્રો પાણીના ટાંકામાં ન્હાવા પડતાં તે બહાર બેસી રહ્યો હતો. તે વખતે પાછળથી આવેલા કૂતરાએ એકાએક તેના પર હુમલો કરી જમણી આંખની ઉપરનો ભાગ કરડી ખાધો હતો અને માથામાં બચકાં ભરતાં ગંભીર ઇજા થઇ હતી. લોકોએ તેને બચાવી સારવાર મહેસાણા સિવિલમાં લઇ આવ્યા હતા. જ્યાં આ કિશોરને 20 જેટલા ટાંકા આવ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો