તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કામગીરી:જિલ્લાની 996 પ્રાથમિક શાળા મંગળવારથી બપોરે, શિક્ષકોની ફૂલટાઇમ હાજરી,પણ બાળકો નહીં હોય

મહેસાણા18 દિવસ પહેલા
  • કૉપી લિંક

કોરોના મહામારીના કારણે પ્રાથમિક શાળાઓમાં રોટેશન મુજબ ફરજ પર હાજર રહેવા આદેશ કરાયો હતો. હવે કોરોના કેસોનું પ્રમાણ ઘટતાં રોટેશન બંધ કરી તા.9મીને મંગળવારથી શિક્ષકો માટે શાળાઓનો સમય સવારના બદલે પૂર્ણ સમયનો કરવા પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા આદેશ કરાયો છે.

મહેસાણા જિલ્લા શિક્ષણાધિકારી કચેરીના સૂત્રોએ કહ્યું કે, નિયામકના પત્ર અન્વયે સોમવારે શાળાઓને સરક્યુલર મોકલાશે. જિલ્લામાં સરકારી 996 પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો સવારે શાળામાં ફરજ બજાવતા હતા, જે મંગળવારથી બપોરે 11 થી 5નો શાળા સમય થશે. જેમાં શાળાઓમાં 100 ટકા શિક્ષકોની હાજરી રાખવા સુચવાયુ છે. વિદ્યાર્થીઓને કોઇપણ સંજોગોમાં શાળામાં બોલાવવાના નથી તેમ નિયામકના સરક્યુલરમાં જણાવાયું છે. ઉલ્લેખનિય છે કે, ધોરણ 9 થી 12ના વિદ્યાર્થીવર્ગોનું શાળામાં શિક્ષણકાર્ય પુન: શરૂ થયા પછી હવે પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો માટે પૂર્ણ સમય અમલમાં મૂકાયો છે.

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...

વધુ વાંચો