મહેસાણા કોરોના LIVE:જિલ્લામાં કોરોના સંક્રમણ ઘટ્યું, આજે નવા 14 કેસ નોંધાયા, 29 દર્દીઓ ડિસ્ચાર્જ

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં એક્ટિવ કેસનો આંક 360 રહ્યો

મહેસાણા જિલ્લામાં છેલ્લા એક અઠવાડિયા દરમિયાન કોરોના સંક્રમણમાં એકાએક ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે નવા 14 કેસ નોંધાયા છે. જ્યારે 29 દર્દીઓને ડિસ્ચાર્જ થતાં એક્ટિવ કેસનો આંક 360 રહ્યો છે.

મહેસાણા જિલ્લામાં એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો તેની સામે દર્દીઓ પણ મોટી સંખ્યામાં કોરોનાને માત આપી રહ્યા છે. આજે 29 ર્દીએ કોરોનાને માત આપી સજા થયા હતા. જિલ્લામાં હજુપણ 3009 સેમ્પલના પરિણામ પેન્ડિગ જોવા મળી રહ્યા છે. આજે શહેરી વિસ્તારમાં 3 કેસ જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં 11 કેસ નોંધાયા છે.

મહેસાણા સહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં 6 કેસ, વિસનગરના મયુર પાર્ક લક્ષ્મીપુરા, વાલમમાં એક એક કેસ, બેચરાજીના સંકલ્પ રેસિડેન્સી સોસાયટીમાં એક અને કૃષ્ણા રેસિડેનટમાં એક કેસ તેમજ સદુથલા ગામમાં 1 કેસ સામે આવ્યો સતલાસણા અને કડીમાં પણ આજે એક એક કેસ નોંધાયા હતા. જિલ્લામાં કોરોના સંક્રમણમાં એકાએક ઘટાડો નોંધાયો છે. એક મહિના બાદ જિલ્લાના પહેલી વાર 14 કેસ સામે આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...