મહેસાણા કોરોના LIVE:જિલ્લામાં રવિવારે કોરોનાના નવા 18 કેસ નોંધાયા, એક્ટિવ કેસનો આંક 466 પર પહોંચ્યો

મહેસાણા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગઈકાલે 157 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા

મહેસાણા જિલ્લામાં કોરોનાના કેસમાં ઘટાડો યથાવત છે. ગઈકાલે રવિવારે જિલ્લામાં નવા 18 કેસ નોંધાયા હતા. જ્યારે 157 દર્દીઓ ડિસ્ચાર્જ થયા હતા. તેમ છતા જિલ્લામાં હજી પણ એક્ટિવ કેસનો આંક 466 છે.

મહેસાણા જિલ્લામાં ત્રીજી લહેરની શરૂઆતમાં કોરોનાના કેસમાં ઉછાળો નોંધાયા બાદ હવે ધીમે ધીમે ઘટાડો થઈ રહ્યો છે. જિલ્લામાં નવા કેસ ઘટી રહ્યા છે તો સાથે ડિસ્ચાર્જ થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેના કારણે એક્ટિવ કેસમાં પણ ઘટાડો યથાવત છે. ગઈકાલે શહેરી વિસ્તારમાં 7 અને ગ્રામ્ય વિસ્તારમાં 11 કેસ નોંધાયા હતા.

મહેસાણા તાલુકામાં ગઈકાલે 8 કેસ, વિસનગર તાલુકામાં 3, વડનગર તાલુકામાં 1, ખેરાલુ તાલુકામાં 0,સતલાસણા તાલુકામાં 2, ઊંઝા તાલુકામાં 1, વિજાપુર તાલુકામાં 1, બેચરાજી તાલુકામાં 3, જોટાણા તાલુકામાં 0, કડી તાલુકામાં 0 કેસ મળી નવા 18 કેસ નોંધાયા છે.

અન્ય સમાચારો પણ છે...