તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વાવેતર:જિલ્લામાં અંદાજ સામે 27.16 % શિયાળુ વાવેતર થયું, ગત વર્ષની તુલનાએ ડબલ

મહેસાણા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અત્યાર સુધીમાં 46,231 હેકટરમાં વાવેતર થયું, ગત વર્ષે 22,275 હેકટરમાં થયું
 • સારા ચોમાસા અને 20 દિવસ વહેલી ઠંડીને લઈ વાવેતરમાં વધારો : કૃષિ નિષ્ણાતો

મહેસાણા જિલ્લામાં ચાલુ સાલે 1.70 લાખ હેક્ટર જમીનમાં શિયાળુ વાવેતર થવાનો અંદાજ છે. તેની સામે અત્યાર સુધીમાં 46,231 હેકટરમાં એટલે કે અંદાજ સામે 27.16% વાવેતર થયું છે. બીજી બાજુ ગત વર્ષે 13 નવેમ્બર સુધી જિલ્લામાં 22,275 હેકટરમાં વાવેતર થયું હતું. એટલે કે ગત વર્ષની સરખામણી આ વખતે ડબલ વાવેતર થયું છે. વાવેતર વધવાનું કારણ સારા ચોમાસા સાથે નિયત સમય કરતાં 20 દિવસ વહેલી ઠંડી શરૂ થઇ હોવાનું કૃષિ નિષ્ણાતો જણાવી રહ્યા છે.

જિલ્લામાં અત્યાર સુધીમાં ઘઉંનું 2472 હેકટરમાં, મકાઈનું 45 હેકટરમાં, ચણાનું 403 હેકટરમાં, રાઈનું 14852 હેકટરમાં, તમાકુનું 2761 હેકટરમાં, જીરાનું 37 હેકટરમાં, ધાણાનું 66 હેકટરમાં, લસણનું 132 હેકટરમાં, સવાનું 290 હેકટરમાં, વરિયાળીનું 1586 હેકટરમાં, ડુંગળીનું 56 હેકટરમાં, બટાકાનું 1069 હેકટરમાં, શાકભાજીનું 3329 હેકટરમાં, ઘાસચારાનું 14796 હેકટરમાં, અજમાનું 3925 હેકટરમાં, તોદળજાનું 134 હેકટરમાં, મેથીનું 270 હેકટરમાં અને રાજગરાનું 8 હેકટરમાં મળી કુલ 46231 હેકટરમાં વાવેતર થયુ છે. કૃષિ નિષ્ણાતોના મત્તે 20 દિવસ વહેલા ઠંડી શરૂ થતાં વાવતેરમાં ફાયદો થશે.

ગત વર્ષનું-આ વર્ષનું વાવેતર(વાવેતરના આંકડા હેકટરમાં)

તાલુકો 13-11-19 13-11-20
બહુચરાજી 1990 4087
જોટાણા 339 972
કડી 1739 2805
ખેરાલુ 5430 4861
મહેસાણા 3445 7738
સતલાસણા 160 2380
ઊંઝા 3655 7279
વડનગર 656 2489
વિજાપુર 976 4760
વિસનગર 3885 8860
કુલ 22275 4623

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

  વધુ વાંચો