તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Mehsana
 • The District Is Expected To Produce 140% More Sorghum And 112% More Cumin Since Last Year As The Cold Weather Persists After Good Monsoon.

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

6 લાખ હેક્ટર વાવણી વધી:સારા ચોમાસા બાદ ઠંડીનું પ્રમાણ જળવાઇ રહેતાં જિલ્લામાં ગત વર્ષથી ઇસબગુલનું 140% અને જીરાનું 112% વધુ ઉત્પાદન થવાનો અંદાજ

મહેસાણા2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • મહેસાણા જિલ્લામાં 1.81 લાખ હેક્ટરમાં વાવેતર
 • શિયાળુ સિઝનમાં અનાજ, કઠોળ, મસાલા અને રોકડિયા સહિતના 9 પાકોમાં ગત વર્ષની તુલનાએ સરેરાશ 11.45% વધુ ઉત્પાદન થઇ શકે છે : કૃષિ વિભાગ

મહેસાણા જિલ્લામાં ગત વર્ષની શિયાળુ સિઝનમાં 1.75 લાખ હેક્ટરમાં વાવણી થઇ હતી. તેની સામે ચાલુ સાલે ચોમાસામાં સારા વરસાદ સાથે અત્યાર સુધીમાં ઠંડીની સારી સ્થિતિના કારણે વાવણી પૂરી થવાના હજુ બે સપ્તાહ બાકી હોવા છતાં 1.81 લાખ હેક્ટરમાં વાવણી થઇ ચૂકી છે. વાવણી વિસ્તાર વધતાં ઉત્પાદન પણ વધશે. બીજી બાજુ કૃષિ વિભાગે શિયાળુ સિઝનના અનાજ, કઠોળ, મસાલા અને રોકડિયા જેવા મુખ્ય 11 પાકોના ગત વર્ષના ઉત્પાદન સામે ચાલુ સિઝન પૂરી થયે ઉત્પાદનનો અંદાજ લગાવ્યો છે. જે મુજબ ગત વર્ષની સરખામણીએ ચાલુ સિઝન પૂરી થયે સરેરાશ 11.45% વધુ ઉત્પાદન થઇ શકે છે. જેમાં સૌથી વધુ ઇસબગુલનું 140% અને જીરાનું 112% વધુ ઉત્પાદન થવાનો અંદાજ મૂક્યો છે. ઘઉંમાં 31.98%, રાયડામાં 17.41% અને ધાણામાં 35.29% વધુ ઉત્પાદનનો અંદાજ છે. તો સામે તમાકુ અને લસણનું ઉત્પાદન ઘટવાનો અંદાજ મુકાયો છે.

રાયડામાં 17.41%, ઘઉંમાં 31.98% અને ધાણામાં 35.29% વધુ ઉત્પાદનનો અંદાજ
ચાલુ વર્ષે ચોમાસામાં થયેલા સારા વરસાદ તેમજ નર્મદા નહેરને લઇ પિયતની સગવડમાં વધારો થતાં મહેસાણા અને બહુચરાજી વિસ્તારના નદી અને કેનાલકાંઠાના ખેડૂતોએ રાયડાનું મોટાપ્રમાણમાં વાવેતર કર્યું છે. જેને લઇ રાયડાના ઉત્પાદનમાં આ વર્ષે ગત વર્ષ કરતાં 17 ટકાથી વધુ ઉત્પાદનનો અંદાજ કૃષિવિભાગે રાખ્યો છે.

ગત વર્ષે થયેલા પાક ઉત્પાદનની સામે આ વર્ષનો શિયાળુ સિઝનમાં અંદાજ

પાકગત સિઝનચાલુ સિઝનવધ-ઘટ
બટાટા219703226,440.000.03
ઘઉં1716412265340.3198
તમાકુ5496541,523.00-24.46%
રાઇ2352527,621.000.17
ડુંગળી8488108260.2754
લસણ14901454-2.42%
જીરૂ3747931.12
ચણા4824850.0062
મકાઇ2162350.0879
ઇસબગુલ40961.4
ધાણા51690.3529
કુલ4809755360760.1145
(નોંધ : ઉત્પાદન ટનમાં દર્શાવ્યું છે)
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

  વધુ વાંચો