કોરોના બેકાબૂ:જિલ્લામાં નવા 48 કેસ સાથે 7 દિવસમાં 114 કેસ થયા, બીજી લહેરમાં 13 દિવસે 107 કેસ થયા હતા

મહેસાણા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
કોરોના વકર્યો પણ આ નેતાઓ કહે છે, હમ નહીં સુધરેંગે - Divya Bhaskar
કોરોના વકર્યો પણ આ નેતાઓ કહે છે, હમ નહીં સુધરેંગે
  • ઉ.ગુ.માં 107 કેસ : મહેસાણામાં 48, સાબરકાંઠામાં 28, બનાસકાંઠામાં 17, અરવલ્લીમાં 11 અને પાટણમાં 3 કેસ નોંધાયાં
  • ​​​​​​​મહેસાણામાં 7 વર્ષની બાળકી અને નદાસામાં 100 વર્ષનાં વૃદ્ધ સંક્રમિત
  • ​​​​​​​​​​​​​​મહેસાણા શહેરમાં સૌથી વધુ 23, ઊંઝામાં 5, વિસનગરમાં 3 અને કડીમાં 1 કેસ નોંધાયો
  • ​​​​​​​​​​​​​​5 દર્દી સાજા થતાં એક્ટિવકેસ 112,7 મહિના બાદ 40થી વધુ કેસ

મહેસાણા જિલ્લામાં ત્રીજી લહેરમાં કોરોના બેકાબૂ બન્યો હોય તેમ શુક્રવારે નવા 48 કેસ સાથે 7 દિવસમાં 114 કેસ સામે આવી ચૂક્યા છે. બીજી લહેરમાં ગત માર્ચ મહિનામાં 13 દિવસે 107 કેસ નોંધાયા હતા. બમણી ગતિથી વધી રહેલા સંક્રમણમાં એકસાથે 48 કેસ 7 મહિના બાદ નોંધાયા છે. ગત 29 મે 2021ના રોજ 45 કેસ નોંધાયા હતા. 48 કેસ પૈકી 32 શહેરી અને 16 ગ્રામ્ય વિસ્તારના છે. શહેરી વિસ્તારોમાં સૌથી વધુ કેસ મહેસાણામાં 23, ત્યારબાદ ઊંઝામાં 5, વિસનગરમાં 3 અને કડીમાં 1 કેસ નોંધાયો છે.

જિલ્લામાં શુક્રવારે સરકારી લેબમાં 23 અને ખાનગી લેબમાં 25 મળી કુલ 48 કેસ નોંધાયા હતા. જેમાં સૌથી વધુ 27 કેસ મહેસાણા તાલુકાના છે. ઊંઝા તાલુકામાં 7, વિસનગર, જોટાણા અને બહચુરાજીમાં 3-3, સતલાસણા-કડીમાં 2-2 અને વડનગર તાલુકામાં 1 કેસ સામે આવ્યો હતો. બીજીબાજુ 5 દર્દીએ કોરોનાને હરાવતાં ડિસ્ચાર્જ કરાયા હતા. આ સાથે જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 112એ પહોંચી છે. જિલ્લા આરોગ્ય વિભાગે 2839 સેમ્પલ લીધા હતા. તેની સામે અગાઉના 3046 સેમ્પલનું પરિણામ હજુ પેન્ડિંગ રહ્યું છે.

48 કોરોના સંક્રમિતો દર્દીઓ
મહેસાણા :

મહેસાણા (54) (સ્ત્રી)
રામોસણા રોડ (73) (પુ)
રાધનપુર રોડ (38) (પુ)
વાઇડ એંગલ (69) (પુ)
હિંગળાજ સોસા. (27) (સ્ત્રી)
સુખાપુરા રોડ (30) (સ્ત્રી)
શિલ્પા ગેરેજ (21) (સ્ત્રી)
ધરમ સિનેમા રોડ (57) (પુ)
સોમનાથ રોડ (47) (પુ)
નવાપુરા (62) (સ્ત્રી)
સોમનાથ રોડ (22) (પુ)
નાગલપુર (56) (સ્ત્રી)
રાધનપુર રોડ (34) (પુ)
ગાંધીનગર લીંક (51) (સ્ત્રી)
રાજકમલ પેટ્રોલપંપ (7) (સ્ત્રી)
રામોસણા રોડ (47) (સ્ત્રી)
નાગલપુર (30) (સ્ત્રી)
નાગલપુર (43) (સ્ત્રી)
ગાંધીનગર લીંક રોડ (53) (પુ)
રામોસણા રોડ (30) (સ્ત્રી)
રામોસણા રોડ (32) (પુ)
કરિશ્મા સોસાયટી (12) (પુ)
અંબાજી પરા (34) (પુ)
બલોલ (19) (સ્ત્રી)
કડવાસણ (32) (પુ)
લીંચ (71) (સ્ત્રી)
ONGC કોલોની (60) (પુ)
ઊંઝા :
ઊંઝા (62) (સ્ત્રી)
રૂસાતનગર (85) (સ્ત્રી)
રૂસાતનગર (26) (સ્ત્રી)
દીપગંગા (60) (પુ)
પાટણ રોડ (62) (પુ)
ટુંડાવ (50) (પુ)
ઉનાવા (40) (સ્ત્રી)
વિસનગર :
કન્યા શાળા પાસે (62) (પુ)
નૂતન કેમ્પસ (21) (સ્ત્રી)
નૂતન કેમ્પસ (21) (સ્ત્રી)
કડી :
મોનિકા સોસા.(38) (સ્ત્રી)
ઝુલાસણ (36) (પુ)
જોટાણા :
નદાસા (60) (સ્ત્રી)
નદાસા (100) (પુ)
પારડી (60) (પુ)
બહુચરાજી :
બહુચરાજી (29) (પુ)
આકબા (26) (પુ)
બહુચરાજી (23) (પુ)
સતલાસણા :
સરતાનપુર (17) (સ્ત્રી)
સરતાનપુર (15) (પુ)
વડનગર :
શેખપુર (50) (પુ)

કોરોના વકર્યો પણ આ નેતાઓ કહે છે, હમ નહીં સુધરેંગે
રાજ્યના મુખ્યમંત્રીએ કોરોના વકરતાં તેમના તમામ કાર્યક્રમો રદ કરી દીધા છે,પરંતુ મહેસાણા ભાજપના નેતાઓએ શુક્રવારે વડાપ્રધાનની સુરક્ષામાં ચૂક મામલે ગાંધી પ્રતિમા પાસે કોંગ્રેસ સદબુદ્ધિ મૌન ધરણાં યોજ્યાં હતાં.જેમાં સોશિયલ ડિસ્ટન્સ ભૂલી ગયા હતા.

આ બાજુ, પાટણમાં કોંગ્રેસની કોરોનામાં મૃતકોને અપાતી સહાય વધારવાની માંગણી સાથેની પદયાત્રામાં પણ નેતાઓ સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું ભૂલી ગયા હતા.

કોરોના ઇફેક્ટ સહકારી સંઘનો 9મીનો સેમિનાર મોકૂફ
1
મહેસાણા ટાઉનહોલમાં રવિવારે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની હાજરીમાં જિલ્લા સહકારી સંઘના ઉપક્રમે યોજાનાર દૂધ મંડળી અને સેવા સહકારી મંડળીઓનો સેમિનાર પ્રવર્તમાન કોરોનાની ગંભીર સ્થિતિને ધ્યાને લઇ મોકૂફ રાખવાનો નિર્ણય લેવાયો છે તેમ જિલ્લા સહકારી સંઘના મેનેજર સંજય સક્સેનાએ જણાવ્યું હતું.

2 મહેસાણા એસ.એમ. શાહ લો કોલેજના આચાર્ય ડો.મહેશ પટેલે કહ્યું કે, શનિવારે લો અને સોશિયલ જસ્ટિસ મલ્ટી ડિસિપ્લીનરી વિષય ઉપર આંતર રાષ્ટ્રીય સેમિનારનું આયોજન કરાયું છે. જેમાં સુપ્રીમ કોર્ટના જજ એમ .આર. શાહ, હાઈકોર્ટના જજ એ.સી. જોશી સહિત ઉપસ્થિત રહેનાર હતા. જોકે, આ સેમિનાર હવે વર્ચ્યુઅલ યોજાશે. જેમાં સૂચિત કાર્યક્રમ મુજબ વર્ચ્યુઅલ નિયત સમયે જોડાઇ શકાશે.

હોમ આઇસોલેશન હવે 7 દિવસનું રહેશે
આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર, કોરોના સંક્રમિત થયા બાદ જે દર્દીઓને ઘરે જ સારવાર અપાતી હતી એટલે કે હોમ આઇસોલેશનમાં રહેનાર દર્દીને અત્યાર સુધી 10 દિવસ રખાતાં હતાં. જોકે, ત્રીજી લહેરમાં દર્દી ઝડપથી સાજા થતાં હોઇ સમય ઘટાડી 7 દિવસનો કરાયો છે. કોરોનાની પ્રથમ લહેરમાં દર્દીને 14 દિવસ હોમ આઇસોલેશનમાં રખાતાં હતાં.

અન્ય સમાચારો પણ છે...